World's Number 1 App: વિશ્વની નંબર 1 એપ્લિકેશન વિશે લોકો ઘણીવાર વિચારે છે કે ફેસબુક અથવા ટિકટોક પ્રથમ સ્થાને હશે, પરંતુ એવું નથી. હવે ઈન્સ્ટાગ્રામ આ બંને એપને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયું છે. વાસ્તવમાં કેટલાક દેશોમાં TikTok પર પ્રતિબંધ હોવાને કારણે Instagramને ફાયદો થયો છે. આ સિવાય TikTokના પાછળ રહેવાના કેટલાક અન્ય કારણો પણ છે.


સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડમાં 20 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023માં ઈન્સ્ટાગ્રામ એપને 767 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી, જે એક વર્ષ પહેલા એટલે કે 2022ની સરખામણીમાં 20 ટકા વધુ છે. TikTokની વાત કરીએ તો તેને 73.3 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. આ ચાઈનીઝ એપ ભારતમાં પ્રતિબંધિત છે અને અમેરિકામાં તેને પ્રતિબંધિત કરવાની તૈયારી ચાલી રહી છે.


ઇન્સ્ટાગ્રામ આટલું લોકપ્રિય કેવી રીતે બન્યું?


2020 થી ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા વધી છે, કારણ કે રીલ્સ આ વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. લોકોના વીડિયોના ક્રેઝ બાદ જ ઈન્સ્ટાગ્રામ રીલ્સ લોન્ચ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ રીલ્સ એક એવી સુવિધા છે જેમાં યુઝર્સ શોર્ટ ક્લિપ્સ બનાવીને આ પ્લેટફોર્મ પર વીડિયો શેર કરી શકે છે.


ઇન્સ્ટાગ્રામનું રીલ્સ ફીચર યુવા પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય છે. યુવાનો અલગ-અલગ વિષયો પર વીડિયો બનાવે છે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ એપની વધતી જતી લોકપ્રિયતાનું આ એક મોટું કારણ છે.


ટાઇમ સ્પેન્ડ મામલે TikTok આગળ


ઇન્સ્ટાગ્રામ ભલે ડાઉનલોડના મામલામાં વિશ્વની નંબર 1 એપ બની ગઇ હોય પરંતુ ટિકટોક હજુ પણ ટાઇમ સ્પેન્ટ મામલે આગળ છે. ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે યુઝર્સે TikTok પર સરેરાશ 95 મિનિટ વિતાવી હતી, જ્યારે Instagram પર આ સમય 62 મિનિટનો હતો. આ સિવાય યુઝર્સે X (અગાઉ ટ્વિટર) પર 30 મિનિટ અને સ્નેપચેટ પર 19 મિનિટ વિતાવી હતી.


ભારત સરકારે વર્ષ 2020 માં TikTok પર પ્રતિબંધ મુક્યો હતો. તે સમયે ભારત સરકારે ચીનની માલિકીની 59 એપ્સ સામે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ByteDance ને ભારત તરફથી મોટો ફટકો પડ્યો હતો. લગભગ દોઢ અબજની વસ્તી ધરાવતું ભારત ઇન્ટરનેટ અને ટેક કંપનીઓ માટે સૌથી મોટું બજાર છે.