X Blue Tick User: આજકાલ અલન મસ્ક પોતાના ડિસીઝનને લઇને ખુબ જ ચર્ચામાં રહે છે, કંપનીનું નામ અને લૉગો બદલ્યા બાદ હવે ફરી એકવાર અલન મસ્ક ચર્ચામાં આવ્યો છે. એક્સ કૉર્પ (અગાઉ ટ્વિટર) ના એક્સ બ્લૂ ટિક યૂઝર્સ જેઓ ચૂકવણી કરે છે તેમના માટે સારા સમાચાર છે! હવે તમને તમારા પ્લેટફોર્મ પર તમારું વેરિફિકેશન સાઇન (X પેઇડ યૂઝર વેરિફિકેશન સાઇન) હાઇડ કરવાનો અધિકાર છે. IANS ના સમાચાર મુજબ, Elon Musk દ્વારા સંચાલિત કંપની (X) એ એક અપડેટ દ્વારા જાહેરાત કરી છે. આ પેઇડ ગ્રાહકોને તેમની ઓળખ અને વેરિફિકેશન સ્ટેટસને વધુ ખાનગી રાખીને એકાઉન્ટ્સ પર તેમના ચેકમાર્કને હાઇડ કરવાની મંજૂરી આપે છે.
પ્રૉફાઇલ અને પૉસ્ટ પણ કરી શકશો હાઇડ -
X કહે છે કે ચેકમાર્ક તમારી પ્રૉફાઇલ અથવા પૉસ્ટ પર હાઇડ હશે. પરંતુ અમુક જગ્યાએ ચેકમાર્ક દેખાઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં તે જાણી શકાય છે કે તમે સક્રિય સભ્ય છો. જ્યારે તમારો ચેકમાર્ક છુપાયેલ હોય ત્યારે કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ ના હોઈ શકે.
ક્યાં દેખાશે -
X પર X બ્લૂ ટિક પેઇડ યૂઝર ચેકમાર્કને હાઇડ ઓપ્શન એકાઉન્ટ સેટિંગ્સના પ્રૉફાઇલ કસ્ટમાઇઝ વિભાગમાં દેખાશે. ટ્વીટરે આ વર્ષે એપ્રિલમાં લેગસી ચેકમાર્ક્સને દૂર કર્યા હતા અને બાદમાં સેલિબ્રિટી અને પ્રભાવક એકાઉન્ટ્સ માટે મફતમાં વાદળી ચેકમાર્ક ફરીથી રજૂ કર્યા હતા. X એ પ્લેટફોર્મ પર સ્પામ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે બિન-ચકાસાયેલ એકાઉન્ટ્સ માટે ડાયરેક્ટ મેસેજીસ (DM) પર પ્રતિબંધની પણ જાહેરાત કરી છે.
દરરોજ થશે એક ડીએમ લિમીટ -
બિન-વેરિફાઈડ એકાઉન્ટ્સ દ્વારા મોકલી શકાય તેવા સીધા મેસેજીસની સંખ્યા પર ડેઇલી લિમીટ હશે. જોકે, હવે ટ્વીટર યૂઝર્સને અનલિમીટેડ ડાયરેક્ટર મેસેજ મોકલવા માટે, તેઓએ ટ્વીટર બ્લૂ (એક્સ બ્લૂ ટિક) સભ્યપદ માટે ચૂકવણી કરવી પડશે. આ સદસ્યતાના લાભ સાથે, તેમને વિશેષ સુવિધાઓ અને સુવિધાઓ સાથે વિશિષ્ટ અનુભવ પણ મળશે.