Amazon Language Change: અમેઝૉન (Amazon) એક પૉપ્યૂલર ઇ-કૉમર્સ વેબસાઇટ છે, આ ઇ-કોમર્સ વેબસાઇટથી લોકો દરરોજ ઘરે બેઠાં બેઠાં કેટલીય પ્રૉડક્ટ્સની ખરીદી ઓનલાઇન કરે છે. ભારતની સાથે સાથે અમેઝૉનની સુવિધા દુનિયાભરના કેટલાય દેશોમાં ઉપલબ્ધ છે. કંપની એ વાતનુ ધ્યાન રાખે છે કે, યૂઝર્સને વેબસાઇટ પર ભાષા સાથે જોડાયેલી કોઇપણ પ્રકારની સમસ્યાઓ ના આવે, અને આ જ કારણથી અમેઝૉને પોતાના પ્લેટફોર્મ પર કેટલાય દેશોની ભાષાનો સપોર્ટ સપોર્ટ સામેલ કર્યો છે. આમાં ભારતમાં સૌથી વધુ બોલાનારી ભાષા ‘હિન્દી’ પણ સામેલ છે.
આજના સમયમાં અમેઝૉન પરથી ખરીદી દરેક વર્ગના લોકો કરી રહ્યાં છે. ભારતમાં કેટલાય યૂઝર્સ એવા પણ છે, જેને અંગ્રેજી બોલવામાં કે વાંચવામાં તકલીફો પડે છે. આવા યૂઝર્સ માટે અમેઝૉન વેબસાઇટ પર હિન્દી ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તમે પણ હિન્દી ભાષામાં આ વેબસાઇટ પરથી આસાનીથી ખરીદી કરી શકો છો, જાણો હિન્દી ભાષા ચેન્જ કરવા માટે શું કરવુ પડશે.
Amazon વેબસાઇટ પર આ રીતે ચેન્જ કરો પોતાની ભાષા -
જો તમ પણ અમેઝૉન પર ઇંગ્લિશની જગ્યાએ હિન્દી કે પછી અન્ય કોઇ ભાષામાં ખરીદી કરવા માંગો છો, તો આ આર્ટિકલ તમારા માટે ખુબ કામનો છે. આજે આ સમાચારમાં અમે તમને Amazon વેબસાઇટ અને એપ બન્ને પર ભાષા બદલવાની આસાન રીત બતાવી રહ્યાં છીએ. ભાષામાં ફેરફાર કરવા માટે નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો.
Amazon વેબસાઇટ પર આ રીતે ભાષો બદલો -
સૌથી પહેલા Amazon વેબસાઇટ ઓપન કરો.
હવે લૉગ ઇન કરો અને સર્ચ બારની સાઇડમાં દેખાઇ રહેલા ઝંડા પર ક્લિક કરો.
આ પછી અહીં તમને કેટલીય ભારતીય ભાષાઓનો ઓપ્શન દેખાશે, જેમાંથી તમે તમારી સગવડ પ્રમાણે ભાષાની પસંદગી કરી શકો છો. હિન્દી માટે હિન્દી પર ટેપ કરો, અને પછી Save Changes પર ક્લિક કરી દો.
Amazon એપ પર આ રીતે બદલો પોતાની ભાષા -
સૌથી પહેલા Amazon એપ ઓપન કરો.
હવે લૉગ ઇન કરો અને બૉટમમાં આપેલી ત્રણ લાઇન વાળા મેન્યૂ પર ક્લિક કરો.
આ પછી અહીં તમને નીચે સ્ક્રૉલ કરીને Settings પર ક્લિક કરવાનુ છે.
સેટિંગ્સમાં તમને Country & Language નો ઓપ્શન દેખાશે, આને સિલેક્ટ કરી દો.
હવે તમારી મનપસંદ ભાષાની પસંદગી કરીને સેવ કરી દો.
નૉટઃ અમેઝૉન પર ભારતીય ભાષાઓમાં તમને હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી અને મરાઠી ભાષાઓનો સપોર્ટ મળે છે.