YOUTUBE DOWN:અમેરિકા અને ભારત સહિત અનેક દેશોમાં YouTube ઠપ્પ થઇ જતાં કરોડો યુઝર્સ પરેશાન થયા છે.  ડાઉનડિટેક્ટર અનુસાર, લાખો યુઝર્સએ એપ્લિકેશન, વેબસાઇટ અને લાઇવ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓ આવતી હોવાથી યુઝર્સ આ મામલે ફરિયાદ કરી રહ્યાં છે. 

મંગળવારે રાત્રે વિશ્વના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબની સેવાઓ અચાનક ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લાખો યુઝર્સ  ખાસ કરીને યુ.એસ.માં પ્રભાવિત થયા હતા. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, યુ.એસ.માં લગભગ 2,83,490 લોકોએ યુટ્યુબ ઍક્સેસ કરવામાં અસમર્થ હોવાનું જણાવ્યું હતું.

ડાઉનડિટેક્ટરની પોસ્ટ અનુસાર, 'યુઝર રિપોર્ટ્સ સૂચવે છે કે યુટ્યુબ ટીવીમાં 8:13 PM EST થી સમસ્યાઓ છે.' એટલે કે, સમસ્યાઓ યુએસ સમય મુજબ રાત્રે 8:13 PM પછી શરૂ થઈ હતી. આ આઉટેજ ફક્ત અમેરિકા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાંથી પણ ફરિયાદો મળી હતી.

Continues below advertisement

Continues below advertisement

ભારતમાં પણ  યુઝર્સ પ્રભાવિત ભારતમાં પણ મોટી સંખ્યામાં યુઝર્સ આ કારણે પરેશાન થયા.  ભારતીય સમય મુજબ સવારે 6:42 વાગ્યા સુધીમાં, ડાઉનડિટેક્ટર પર 18,000 થી વધુ રિપોર્ટ્સ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ડેટા અનુસાર, યુ.એસ.માં 56% યુઝર્સ એપ્લિકેશન સમસ્યાઓનો અનુભવ કર્યો, 21%  યુઝર્સ વેબસાઇટ ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી, અને 12% લોકો લોગ ઇન કરવામાં અસમર્થ હતા.

ભારતમાં, 71%  યુઝર્સ YouTube એપ્લિકેશનમાં સમસ્યાઓનો અનુભવ કર્યો હતો, જ્યારે 18% લોકોએ લાઇવ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓની જાણ કરી હતી. ઘણા યુઝર્સને  એપ્લિકેશન ખોલતી વખતે "Something Went Wrong' મેસેજ મળ્યો. 

કંપની તરફથી હજુ સુધી  નથી આવ્યું કોઈ નિવેદન YouTube એ હજુ સુધી આઉટેજ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર  કર્યું નથી. આઉટેજનું કારણ પણ સ્પષ્ટ જણાવવાયું નથી.દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર યુઝર્સ પ્લેટફોર્મ પર મીમ્સ ભરાઈ ગયા છે. કેટલાક પૂછી રહ્યા છે, "શું YouTube હમણાં બંધ છે?", જ્યારે અન્ય લોકોએ પ્લેટફોર્મના ઝડપથી સેવાર પુર્વવત થાય તેવી આશા વ્યક્ત કરતી રમૂજી પોસ્ટ્સ શેર કરી છે. હાલમાં, યુઝર્સ  YouTubeની સર્વિસ ફરી સાામાન્ય થાય તેની રાહ જોઇ રહ્યાં છે.