YouTube live lyrics feature: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ પર હવે યૂઝરને વધુ એક મોટી ફેસિલિટી મળી છે, ગૂગલે પોતાના યૂઝર્સના યૂઝને ધ્યાનમાં રાખીને અને યૂઝર એક્સપીરિયન્સને વધારવા માટે મ્યૂઝિક એપમાં રીયલ-ટાઇમ લિરિક્સ ફિચર રિલીઝ કર્યુ છે. આ અપડેટ એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને માટે રિલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં તમે એપ્લિકેશન પર માત્ર અમૂક જ ગીતોના લાઇવ લિરિક્સ તમને એપ પર દેખાશે, પરંતુ આગામી સમયમાં કંપની આને બધા પર લાગુ કરશે. જો તમને આ અપડેટ મળ્યું નથી, તો એકવાર એપ અપડેટ કરો. 


9to5Mac તરફથી મળેલી માહિતી અનુસાર, Android ડિવાઇસીસ પર આ અપડેટ મેળવવા માટે તમારે YouTube Music એપનું વર્ઝન 6.15 અથવા iOSનું વર્ઝન 6.16 ઇન્સ્ટૉલ કરવું પડશે.


અપડેટમાં શું હશે અલગ - 
જેઓ રેગ્યૂલર YouTube Music એપનો ઉપયોગ કરે છે તેઓ જાણે છે કે નાઉ પ્લેઇંગ વિભાગમાં ગીતોની ટેબ દેખાય છે જે ગીતોના લિરિક્સ લખેલા હોય છે, પરંતુ અત્યાર સુધી તેઓ ઇન્ટરેક્ટિવ નહોતા. હવે લાઇવ લિરિક્સ ફિચરના રિલીઝ થતાની સાથે જ લિરિક્સ ટેબને નવી ડિઝાઇન અને વધુ સારા અંતર સાથે મોટા ટેક્સ્ટ સાથે અપડેટ કરવામાં આવી છે. નવા ફિચર અંતર્ગત ગીત મુજબ, ગીત વાગતાની સાથે ગીતોમાં એક સફેદ લાઈન દેખાતી રહે છે. જે રેખા ઢંકાઈ જાય છે તે ઝાંખી દેખાવા લાગે છે. જો તમે ઇચ્છો તો કોઈપણ લાઇન પર ક્લિક કરીને તમે ત્યાંથી આગળ ગીત વગાડી શકો છો.


અગાઉની સરખામણીમાં કંપનીએ ગીતોના લિરિક્સ વચ્ચે સ્પેસ અને ફૉન્ટ વધાર્યા છે. આ સાથે જોવાનો અનુભવ પણ પહેલા કરતા ઘણો સારો થઈ ગયો છે.


WhatsApp માં આવ્યુ નવું ફિચર - 
અહીં, મેટાએ વૉટ્સએપમાં નવું 'એચડી વીડિયો શેર ફિચર' લાઈવ પણ કર્યું છે. આની મદદથી તમે પ્લેટફોર્મ પર 720Pમાં HD વીડિયો શેર કરી શકો છો. અત્યાર સુધી વીડિયો માત્ર 480Pમાં જ શેર કરવામાં આવતા હતા પરંતુ હવે વધુ સારી ક્વૉલિટીનો વીડિયો શેર કરવામાં આવશે. નવું અપડેટ ઓપ્શનલ છે. એટલે કે જો તમે ઇચ્છો તો તમે હાઇ ક્વૉલિટી વીડિયો સેન્ડ કરી શકો છો, અન્યથા તમે પહેલાની જેમ સ્ટાન્ડર્ડ ક્વૉલિટી વીડિયો  શેર કરી શકો છો.