YouTube Handle: YouTubeએ જાહેરાત કરી છે કે તે જલદી જ પોતાના ક્રિએટર્સ માટે 'હેન્ડલ' લૉન્ચ કરવાનુ છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરના પ્લેટફોર્મ પર હોય છે. YouTube નુ કહેવુ છે કે હેન્ડલ એક ખાસ ઓળખ (URL) આપશે. જેનો ઉપયોગ આખા પ્લેટફોર્મ પર ક્રિએટર્સને સર્ચ કરવા માટે કરી શકાશે. આ હેન્ડલ શૉર્ટ્સ, સર્ચ રિઝલ્ટ્સ, ચેનલ પેજ, કૉમેન્ટ્સ, મેન્શન વગેરે પર દેખાવવાનુ શરૂ થઇ જશે. 


શરૂઆતમાં YouTubeએ માત્ર 100 થી વધુ ક્રિએટર્સને કસ્ટમ URL આપવાની અનુમતિ આપી હતી, જોકે, લેટેસ્ટ અપડેટ અનુસાર, તમામ ક્રિએટર્સની પાસે હવે પોતાનુ ખાસ હેન્ડલ (URL) હશે. YouTube આગામી થોડાક મહિનાઓમાં તે પ્રક્રિયાને શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. જ્યાં લોકો YouTube પર હેન્ડલ બનાવી શકશે, અને તેનો ઉપયોગ કૉમેન્ટ સેક્સન અને YouTube શૉર્ટ્સમાં બીજાઓની વચ્ચે કરી શકશો. ધ્યાન રહે આ ફિચરનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે પ્લેટફોર્મ પર યૂઝર્સનુ પોતાનુ એકાઉન્ટ પણ હોય. 


સબ્સક્રાઇબર્સની સંખ્યા પર નિર્ભર નહીં હોય હેન્ડલ - 


YouTube અનુસાર આ સુવિધા પુરેપુરી રીતે તમામ ક્રિએટર્સ માટે હશે, આ YouTube પ્રેઝન્સ, સબ્સક્રાઇબર્સની સંખ્યા અને તેની ચેનલ એક્ટિવ છે કે નહીં જેવી વાતો પર નિર્ભર નહીં હોય. આનાથી આગળ કહેવામાં આવ્યુ છે કે, ક્રિએટર્સને 14 નવેમ્બર સુધી પોતાનુ ખાસ હેન્ડલ સિલેક્ટ કરવાનો મોકો મળશે. કંપનીએ એ પણ બતાવ્યુ છે કે અધિકારિક વેરિફિકેશન બેઝને  હેન્ડલ સિલેક્ટ કરવામાંથી નહીં હટાવવામાં આવે. જોકે, ક્રિએટર્સ પોતાની ચેનલનુ નામ બદલે છે તો તેને વેરિફિકેશન બેઝ માટે ફરીથી એપ્લાય કરવુ પડશે. 


આ ઉપરાંત તાજેતરમાં એવુ પણ બતાવવામાં આવ્યુ હતુ કે YouTube માત્ર પ્રીમિયમ ફિચર તરીકે 4K ગુણવત્તા વાળા વીડિયો લૉન્ચ કરશે. કંપની આ સુવિધાને ટેસ્ટ કરી રહી છે, જે કથિત રીતે યૂઝરર્સને સતત 12 સ્કિપ ના કરનારી જાહેરાતોની અનુમતિ આપે છે.


 


દિવાળી પર  YouTube ની ધમાકા ઓફર, માત્ર 10 રુપિયામાં ઉઠાવો 3 મહિના એડ ફ્રીની મજા - 


YouTube Premium: યુટ્યુબ પર આવતી જાહેરાતો મનોરંજનની મજા બગાડે છે. જો તમે આ જાહેરાતોથી પરેશાન છો અને રોકવા માંગો છો, તો તમારે આ માટે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પર પૈસા ખર્ચવા પડશે. દિવાળીના અવસર પર યુટ્યુબ તેના યુઝર્સ માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. હવે તમે માત્ર 10 રૂપિયામાં એડ ફ્રી વીડિયો સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશો અને તે પણ પૂરા ત્રણ મહિના માટે.


YouTube માત્ર ભારતીય વપરાશકર્તાઓ માટે પ્રીમિયમ એકાઉન્ટના સબ્સ્ક્રિપ્શન પર ભારે ડિસ્કાઉન્ટની આ આકર્ષક ઓફર લાવ્યું છે. યુઝર્સે યુટ્યુબનું પ્રીમિયમ સબસ્ક્રાઇબ કરવા માટે દર મહિને 129 રૂપિયા ખર્ચવા પડશે. આ હિસાબે ત્રણ મહિનામાં કુલ 393 રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ યુટ્યુબની આ ઓફર દ્વારા તમે માત્ર 10 રૂપિયામાં આ સુવિધાનો લાભ લઈ શકો છો.


લાભ લેવા


સૌ પ્રથમ તમારા યુટ્યુબ એકાઉન્ટ પર જાઓ અને ગેટ પ્રીમિયમ વિકલ્પ પર ક્લિક કરો, પછી તમે ત્યાંથી ઓનલાઈન ચૂકવણી કરીને આ નવી ઓફરનો આનંદ લઈ શકો છો.









ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તહેવારો આવે છે. આવી સ્થિતિમાં, તમે YouTube ના સસ્તા સબ્સ્ક્રિપ્શન સાથે જાહેરાત મુક્ત સંગીત વગાડીને તહેવારોની મજા બમણી કરી શકો છો.
તમે YouTube ના જાહેરાત મુક્ત વિડિઓઝને પછીથી સાચવી શકો છો.
સેવાનો લાભ ડેસ્કટોપ પર પણ મળશે, જેથી તમે તહેવારોના સમયે YouTube પર સમગ્ર પરિવાર સાથે ઘરે બેઠા ટોકીઝની મજા માણી શકો.
ઓફરનો લાભ 3 મહિના (લાંબા સમય) માટે છે. જો તમે દિવાળી પર સમયની તંગી વિશે ચિંતિત છો, તો તમે હમણાં જ સબ્સ્ક્રાઇબ કરીને પછીથી આ ઑફરનો લાભ લઈ શકો છો.