હું તો બોલીશઃ ગેમ પ્લાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Nov 2021 10:42 PM (IST)

આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભલે એક બેઠક જ જીતી શકી પણ આ ચૂંટણી આમ આદમી પાર્ટી માટે આશાનું કિરણ લઈને આવી હતી. ગત ચૂંટણીમાં એટલે કે 2016માં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસને 46.93 ટકા મત મળ્યા હતા જે આ વખતે ઘટીને 28.02 ટકા પર પહોંચ્યા છે. મતલબ કે, 22 ટકા જેટલા મત મેળવનારી આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસનો ખેલ બગાડી દીધો હતો. સુરતની કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી અને 27 ઉમેદવારોની જીત થઇ હતી. આમ આદમી પાર્ટીનો આગામી પ્લાન શું છે તેને લઇને આપ નેતા ઇસુદાન ગઢવીએ વાત કરી હતી.