પૂર્વ PM મનમોહન સિંહનું મોટું નિવેદન- ગુજરાલની સલાહ માની હોત તો ના થાત શિખ રમખાણો
abpasmita.in
Updated at:
04 Dec 2019 11:40 PM (IST)
મનમોહન સિંહે પૂર્વ વડાપ્રધાન ઇન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 1984ના શિખ રમખાણોને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, જો તે સમયે ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઇન્દ્રકુમાર ગુજરાતની સલાહ માની હોત તો 1984ના શિખ રમખાણોને ટાળી શકાયા હોત. બુધવારે મનમોહન સિંહે પૂર્વ વડાપ્રધાન ઇન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
મનમોહન સિંહે કહ્યું કે, ઇન્દ્ર કુમાર ગુજરાલે 1984ના શિખ રમખાણોને રોકવા માટે સૈન્ય તૈનાત કરવાની સલાહ આપી હતી. તત્કાલિન ગૃહમંત્રી નરસિમ્હા રાવે તેમની આ સલાહને નજરઅંદાજ કરી હતી. ગુજરાલે શિખ રમખાણો ભડક્યા તેની રાત્રે ગૃહમંત્રી નરસિમ્હા રાવ સાથે મુલાકાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -