જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ થયેલા પથ્થરમારાની ઘટના મામલે 765 લોકોની થઈ ધરપકડ
abpasmita.in | 19 Nov 2019 07:04 PM (IST)
સરકારે લોકસભામાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સુરક્ષા દળોએ પથ્થરમારાની ઘટનાના આરોપમાં 765 લોકોની ધરપકડ કરી હતી.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સુરક્ષા દળોએ પથ્થરમારાની ઘટનાના આરોપમાં 765 લોકોની ધરપકડ કરી હતી. આ જાણકારી સરકારે લોકસભામાં મંગળવારે આપી હતી. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, “ 5 ઓગસ્ટ થી 15 નવેમ્બરની વચ્ચે પથ્થરમારો/ કાયદો વ્યવસ્થાના મામલે નોંધાયેલી 190 ફરિયાદોમાં 765 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ” તેમણે કહ્યું કે આ વર્ષે 1 જાન્યુઆરીથી 4 ઓગસ્ટની વચ્ચે એવા 361 મામલા નોંધાયા છે. રેડ્ડીએ કહ્યું કે પથરાવની સમસ્યા પર અંકુશ લગાવવા સરકાર કડક નીતિ અપનાવી છે.