બનાસકાંઠા: ધાનેરા-સચોર હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. કોટડા ગામ પાસે અકસ્માત થતા એકનું વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ઘાયલ થયો છે. બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને ખસેડી પીએમ અર્થે મોકલી આપી છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
પોલીસ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડે જાણો શું આપી પહેલી પ્રતિક્રિયા
લોક સાહિત્યકાર દેવાયત ખવડ 10 દિવસ બાદ આખરે પોલીસ હાજર થયો છે. દેવાયત ખવડ DCP ક્રાઇમ સમક્ષ હાજર થયો છે. પોલીસ પૂછપરછ બાદ મીડિયા સમક્ષ વધુ માહિતી જાહેર કરશે. તો બીજી તરફ પોલીસ સમક્ષ હાજર થયા બાદ દેવાયત ખવડે પહેલીવાર નિવેદન આપ્યું છે. મીડિયા સામે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારા સમયે હું જવાબ આપીશ. હજી સમય આવશે. તમને જણાવી દઈએ કે, 10 દિવસ પહેલા મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર દેવાયત ખવડ અને તેમના સાથીઓએ ધોકા વડે હુમલો કર્યો હતો. જે બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જો કે પોલીસની પકડમાં ન આવતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પીએમઓ સુધી વાત પહોંચાડી હતી. જો કે આ પહેલા દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી થાય તે પહેલાં જ તે પોલીસ સામે હાજર થયો છે.
સુરતમાં ખુલ્લેઆમ યુવકની હત્યા
સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. અહીં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝુલતા યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના બની છે. અહીં યુવકની ચપ્પુ વડે નિર્મમ હત્યા કરી દેવાઇ છે. અજાણ્યા યુવકે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી બાદ ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ પીપી માણીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરે ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મોરબી નજીક 29 લાખની લૂંટ
મોરબી નજીકના પીપળી ગામ પાસે લાખોની લૂંટ ચલાવીને ત્રણ શખ્સો ફરાર થયા છે. આ ત્રણેય આરોપી કારમાં આવ્યાં હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના. મોરબી નજીકના પીપળી ગામ પાસે કેલે ફેક્ષણ ટેકનો પ્રાઇવેટ લિમિટેડ ના કર્મચારીને પહેલા કારથી અડફેટે લેવામાં આવ્યો ત્યારબાદ તે જ કારમાંથી સવાર ત્રણ લોકોએ લૂંટ ચલાવીને અને 29 લાખ રોકડ લઇને ફરાર થઇ ગયા. મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી છે.