પ્રિયા પ્રકાશે કેમ સુપ્રીમ કોર્ટમાં જવુ પડ્યું, જાણો વિગત
પ્રિયાએ પોતાની અરજીમાં કહ્યું આ ગીત 40 વર્ષ જુનુ છે અત્યાર સુધી તેના પર મુસ્લિમ સમાજે કોઈ વાંધો નથી ઉઠાવ્યો. અચાનક કઈ રીતે આ ગીત કોઈની ભાવનાને ઠેસ પહોંચાડી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝહીર ખાને કહ્યું કે, ગીતના શબ્દોથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ગીતને મૂવીથી હટાવવામાં આવે અથવા શબ્દોને બદલી નાખવામાં આવે. અમને એક્ટર્સ સામે કોઇ ફરિયાદ નથી.
હૈદરાબાદના બિઝનેસમેન ઝહીર અલી ખાન, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મુકીથ ખાન અને અન્ય લોકોએ બુધવારે ફલકનુમા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં કહ્યું કે, લિરિક્સમાં એક પ્રકારે પયગંબર મોહમ્મદની પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આપત્તિજનક છે.
ફિલ્મ 'ઓરુ અડાર લવ'ના ગીત 'માણિક્ય મલરાય પૂવી' વિરૂદ્ધ હૈદરાબાદના જામિયાન નિજામિયા મદરેસાએ ફતવો જાહેર કર્યો હતો. ફિલ્મ ડાયરેક્ટર ઓમર લુલૂ વિરૂદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મના ગીતથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, માણિક્ય મલરાય પૂવી રિલીઝ બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું અને યુટ્યૂબ પર આ સોંગને અત્યાર સુધી કરોડો લોકોએ જોયુ છે. આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થશે.
નવી દિલ્લી: મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે જુદા જુદા રાજ્યોમાં ગીતની વિરૂદ્ધમાં કરવામાં આવેલી ફરિયાદ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી પ્રિયા પ્રકાશની સાથે ફિલ્મના પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરે સંયુક્ત રીતે અરજી દાખલ કરી છે. તેમનું કહેવુ છે કે ગીત સામે લાગેલા આરોપો આધાર વગરના છે. પ્રિયા પ્રકાશે કહ્યું કે, આ મામલો અભિવ્યક્તિની આઝાદીનો છે. આ અંગે તાત્કાલિક સુનાવણી થાય તેવી પર અરજીમાં માગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -