નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે તમામ 70 બેઠકો પર શનિવારે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. આ વચ્ચે દિલ્હીમાં સત્તા જાળવી રાખવામાં સંઘર્ષ કરી રહેલી આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા મતદાન અગાઉ ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિર પહોંચ્યા હતા.


દિલ્હી ચૂંટણીના મતદાન અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના પરિવાર સાથે કનૉટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. જ્યારે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી કાલકાજી મંદિરમાં માતાના દર્શન કરી પોતાના જીતના આશીર્વાદ માંગ્યા હતા.

ક્નૉટ પ્લેસના હનુમાન મંદિરમાં દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું કે, હનુમાનજીએ તેમને કહ્યું છે કે સારુ કામ કરી રહ્યા છો. લોકોની સેવાર કરી રહ્યા છો, સેવા કરતા રહો. ફળ મારા પર છોડી દો, બધુ સારુ થઇ જશે. મને પુરી આશા છે કે જે પણ પરિણામો આવશે તે દિલ્હીવાસીઓના હકમાં રહેશે.