BSNLના પ્લાનમાં માત્ર 39 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલિંગ સહિત આ સર્વિસ, જાણો વિગત
બીએસએનએલ પણ ટેલીકોમ સેક્ટરમાં તેની પકડ મજબૂત કરવા માટે સતત આકર્ષક ઓફરો રજૂ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ સંડેની ફ્રી કોલિંગ સર્વિસ ફરી શર કરી છે. પહેલા આ સર્વિસ 30 એપ્રિલના રોજ બંધ થઈ જવાની હતી.
બીએસએનલના જણાવ્યા મુજબ આ પ્લાનની વેલિડિટી 10 દિવસની છે. ટેલિકોમ સેક્ટરમાં જિયોના આગમન બાદ તમામ કંપનીઓમાં ગ્રાહકો માટે નવા અને આકર્ષક પ્લાન રજૂ કરવાની હોડ લાગી છે.
આ પ્લાનમાં પ્રીપેડ ગ્રાહત લોકલ તથા એસટીડી બંને પર કોલ કરી શકે છે. આ પ્લાનના યૂઝર દિલ્હીને બાદ કરતાં સમગ્ર દેશમાં કોલ કરી શકે છે.
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે પ્રીપેડ ગ્રાહકો માટે નવો પ્લાન જાહેર કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને માત્પ 39 રૂપિયામાં જ અનલિમિટેડ કોલિંગની ઓફર મળી રહી છે.
અનલિમિટેડ કોલિંગ ઉપરાંત યૂઝરને 100 એસએમએસ પણ ફ્રીમાં મળશે. ઉપરાંત કોલર ટ્યૂન સેટ કરવાની પણ ઓફર મળશે. જોકે આ પ્લાનમાં કોઈ ડેટા સુવિધા નહીં મળે.