વડોદરા: 9 ધોરણના વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી વિદ્યાર્થી વલસાડથી ઝડપાયો, અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા
શ્રી ભારતી વિદ્યાલયની દિવાલ પાસે આવેલા મંદિરની છત પરથી સ્કૂલ બેગમાં મળી આવી હતી અને સ્કૂલ બેગમાંથી ચાકૂ ઉપરાંત બે પંચ અને બોટલમાંથી મરચાની ભૂકીવાળુ પાણી મળી આવ્યુ છે. શ્રી ભારતી વિદ્યાલયમાં ધો-10માં ભણતા સ્ટુડન્ટે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ સ્ટુડન્ટના મૃતદેહને જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકોના ટોળાં સ્કૂલની બહાર એકત્ર થઈ ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી અને પોલીસે સ્કૂલ તરફનો રસ્તો પણ બંધ કરી દીધો હતો.
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી 9માં ધોરણમાં ભણતા દેવ ભગવાનદાસ તડવી નામના સ્ટુડન્ટનો મૃતદેહ બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. સ્ટુડન્ટને માથા, પેટ, ગળા અને હાથના ભાગે ઘા માર્યા બાદ દિવાલ સાથે માથું પછાડીને હત્યા કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના ઈતિહાસમાં સ્કૂલના સ્ટુડન્ટે ધો-9માં અભ્યાસ કરતા સ્ટુડન્ટની હત્યા કરી હોવાની પ્રથમ ઘટના સામે આવી હતી. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં સ્ટુડન્ટની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. સ્કૂલ પાસેના મંદિરની છત પર પડેલી સ્કૂલ બેગમાંથી ચાકૂ મળી આવ્યું હતું.
મરનાર વિદ્યાર્થી અને હુમલાખોર વિદ્યાર્થી બંન્ને એક જ વિસ્તારમાં રહે છે. હુમલાખોર વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી ભારતી સ્કુલમાં ભણે છે જ્યારે દેવનો શુક્રવારે સ્કુલમાં 3જો દિવસ હતો. સ્કુલમાં કોઈ અણ બનાવ બન્યો હોય તેવી શક્યતા નહીં બરાબર છે પરંતુ આ અદાવત તેના ઘર અને આસપાસને લગતી હોઈ શકે છે. જેનો ટૂંકા સમયગાળામાં ભેદ ઉકેલાઈ જશે.
વડોદરા: વડોદરાની ભારતી સ્કુલના ટોયલેટમાં ધોરણ 9ના વિદ્યાર્થીની હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિદ્યાર્થી મોડીરાતે વલસાડથી પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું. આજે સવારે આરોપી વિદ્યાર્થીને વડોદરા લાવવામાં આવે તેવી શક્યતા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી આરોપીને વડોદરા ખાતે લવાયા બાદ હત્યાનું સાચું કારણ અને હત્યા કરવા માટે મદદગારી કરનારા બીજા વિદ્યાર્થીઓના નામો ખુલે તેવી શક્યતા જોવા મળી રહી છે.