ઉત્તરાખંડમાં 3 સ્થળો પર વાદળ ફાટ્યું, આગામી 36 કલાક સુધી ભારે વરસાદની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગનાં જણાવ્યા મુજબ દિલ્હી-NCRમાં પાણીપત, મુજફ્ફરનગર, ગનૌર, બરૌત, મેરઠ, હાપુડ, બિજનોર, બુલંદ શહેર, સિયાના સહિતનાં આસપાસનાં તમામ વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે વરસાદ થશે. તેમજ ધુળીયાં પવન સાથે ભારે તોફાનની પણ વિશેષ આગાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ અગાઉથી તોફાનને લઇ અગમચેતી સહિત એલર્ટ આપ્યું હતું. મળતી માહિતી મુજબ ભારે વંટોળિયા અને તોફાનને લઇ મોટા ભાગનાં વૃક્ષો ધરાશાઇ થઇ ગયાં છે. જો કે હાલમાં તો કોઇ પણ પ્રકારનાં જાનમાલને નુકસાન થયું હોવાનાં સમાચાર મળ્યાં નથી.
નવી દિલ્લી: ઉત્તરાખંડમાં હવામાન બગડ્યાં બાદ દિલ્હીમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટાંઓ પડ્યાં હોવાંના સમાચાર સામે આવ્યાં છે. દિલ્હીમાં શુક્રવારનાં સાંજનાં રોજ ધૂળની ડમરી સાથેનો પૂરજોશમાં તોફાની પવન ફૂંકાયો હતો. જે કારણોસર કેટલાંક ઘણાં ખરાં વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાઇ પણ થયાં છે. ઉત્તરાખંડમાં 3 સ્થળો પર વાદળ ફાટ્યું છે. પૌડી, ટિહરી, ઉત્તરકાશી અને બાલકોટમાં જનજીવન પર અસર પડી છે. આગામી 36 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -