દિલ્લી: ટ્રાયલ દરમિયાન દિવાલ તોડી બહાર નીકળી ડ્રાઈવરલેસ મેટ્રો

આ મેટ્રો મજેન્ટા લાઇનનો પહેલો હિસ્સો, નોઈડાના બોટેનિકલ ગાર્ડનથી દિલ્હીના કાલકાજી વિસ્તારને જોડશે. તેના કારણે નોઈડા અને દક્ષિણ દિલ્હી વચ્ચે સફર કરવામાં લગભગ 30 મિનિટની બચત થશે. દિલ્હીની મજેન્ટા લાઇન પૂરી થતાં નોઈડાના બોટેનિકલ ગાર્ડનને જનકપુરી વેસ્ટ સ્ટેશન સુધી જોડી દેશે. આ રૂટ પર પ્રથમ વખત ડ્રાઇવર-રહિત ટ્રેનો પણ દોડશે. જોકે, તેના માટે બે-ત્રણ વર્ષની રાહ જોવી પડશે.
નવી દિલ્હી. દિલ્હીમાં ટ્રાયલ દરમિયાન પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો દુર્ઘટનાનો શિકાર બની ગઈ છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કાલિન્દી કુંજમાં મેટ્રો પાટા પરથી ઉતરી જતા દિવાલ તોડી બહાર નીકડી ગઈ હતી. આજ લાઇનનું પીએમ મોદી 25 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરવાના હતા. જો કે જાણકારી અનુસાર ટેકનિકલ ખામીના કારણે બ્રેક લાગ્યો નહતો, જેથી આ ઘટના બની હતી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશ (DMRC)એ તપાસના આદેશ આપ્યા છે.
આજ લાઇનનું પીએમ મોદી 25 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરવાના હતા. 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે અને તે દિવસે દિલ્લી મેટ્રોના 15 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે.