નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષિતો ફાંસીથી બચવા માટે દરરોજ નવી નવી યુક્તિઓ અજમાવી રહ્યા છે. હવે દોષિત વિનય શર્મા તરફથી તેના વકીલ એપી સિંહે અરજી કરી છે. આ અરજીમાં વિનય શર્માની માનસિક સ્થિતિ ખરાબ હોઇ તેની સારવાર કરાવવાની માંગ કરાઇ છે.


અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિનય શર્માને ઇજા પહોંચ્યા બાદ તે તેની માતાને ઓળખી શકી રહ્યો નથી. વકીલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેને ગંભીર માનસિક બિમારી સિજોફ્રેનિયા હોઇ શકે છે. એવામાં તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે અને તેનો રિપોર્ટમાં કોર્ટમાં રજૂ કરાય.


આ અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલને કહ્યુ છે કે દોષિત વિનયની સારવાર કરાવવામાં આવે. કોર્ટે તિહાડ જેલને નિર્દેશ આપ્તા હતા કે તે દોષિત વિનય શર્માની સારવાર કરાવે. શનિવારે કોર્ટ આ મામલે ફરી સુનાવણી કરશે.

16 ફેબ્રુઆરીના રોજ વિનયે તિહાડ જેલમાં પોતાના માથાને દિવાલ સાથે ટકરાવી પોતાને ઇજા પહોંચાડી હતી. આ કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઇજાઓ સામાન્ય આવી છે. રસપ્રદ વાત એ છે કે હજુ બે દિવસ અગાઉ જ વિનયે લીગલ સર્વિસ માટે મળેલા વકીલ રવિ કાજીને તિહાડ જેલમાં મળવાનો ઇનકાર કરી દીધો હતો. વિનયે જેલના લોકોના માધ્યમથી જ કહ્યુ હતું કે, તે રવિ કાજીને પોતાના વકીલ રાખવા માંગતો નથી.