મુંબઈઃ ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સીરિયલમાં જેઠાલાલની ભૂમિકા ભજવી રહેલ દિલીપ જોશી દર્શકોને ખૂબ હસાવે છે. દિલીપ જોશી શોમાં બબીતા ભાભીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાની સાથે હંમેશા ફ્લર્ટ કરતા પણ જોવા મળે છે. જેઠાલાલ અને બબીતાજીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પણ ખૂબ જબરદસ્ત લાગે છે.

શું તમે જાણો છો કે દિલીપ જોશી અને મુનમુન દત્તાની મિત્રતા ઘણી જૂની છે. જેઠાલાલ અને બબીતાજીની રિયલ લાઇફ મિત્રતા ઘણી જૂની છે. દિલીપ જોશી અને મુનમુન દત્તા સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી એક બીજાને ઓળખે છે. દિલીપ અને મુનમુન આ શો પહેલા પણ કો સ્ટાર રહી ચૂક્યા છે.


દિલીપ જોશી અને મુનમુન દત્તા પહેલા સાથે એક ટીવી શો ‘હમ બસ બારાતી’માં કામ કરી ચૂક્યા છે. વર્ષ 2004માં દિલીપ અને મુનમુન તેમાં કો સ્ટાર્સ હતા. અહીં સેટ પર બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. બાદમાં વર્ષ 2008માં સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઓનએર થઈ.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર તારક મેહતાની કાસ્ટમાં તે દિલીપ જોશી જ હતા જેમણે મુનમુન દત્તાને આ શો માં ઓડિશન માટે કહ્યું. મુનમુન દત્તાએ બાદમાં શો માટે ઓડિશન આપ્યું અને તે તેનો હિસ્સો બની ગઈ. અને આજે આ શો જોત  જોતામાં હિટ થઈ ગયો છે.