Rice Myths : કેટલાક લોકોને લાગે છે કે, ચોખા ખાવાથી વજન વધે પરંતુ આ ધારણામાં કેટલું સત્ય છે. જાણીએ. ભાતને લઇને દરેક લોકોના મનમાં અલગ- અલગ ભ્રાંતિઓ છે. જેના કારણે તે થાળીમાંથી ભાતને હટાવી દે છે. તો જાણીએ ચોખાના સેવન માટે ન્યુટ્રિનિસ્ટ શું કહે છે.


ન્યુટ્રિનિસ્ટનો મત છે કે હદથી વધુ કંઇ પણ ખાવ તો તે વજન વધારવા માટે કારણભૂત બને છે. તેથી હેલ્થી રહેવા માટે દરેક વસ્તુનું સીમિત સેવન કરવું જોઇએ.ન્યુટ્રિનિસ્ટનો મત છે કે ભાત ખાવાથી વજન વધતું નથી કારણ કે તેમાં વધુ માત્રામાં કેલેરી નથી હોતી. રાંઘેલા  અડધા કપ ભાતમાં લગભગ 120 કેલેરી હોય છે.


એક એવી પણ માન્યતા છે કે, જેમનું જીવન બેઠાડુ હોય તેને ભાત  ન ખાવા જોઇએ,. પરંતુ આ ધારણા પણ ગલત છે. આપનું જીવન બેઠાડુ છે  તો પણ આપને ભાત ખાવા જોઇએ પરંતુ શરત એ છે કે તેની માત્રા વઘુ ન હોવી જોઇએ.ભાત ખાવાથી ગેસની સમસ્યા પણ થઇ શકે છે. આ ધારણાને પણ નિષ્ણાત ગલત જ માને છે. ચોખા સરળતાથી પચી જતો ખોરાક છે. તેમજ તે ગ્લૂટેન ફ્રી હોય છે.તેથી એ કહેવું ખોટું છે કે, ભાતથી ગેસની સમસ્યા ઉત્પન થાય છે.


એક સૌથી મોટી મિથક છે કે, વ્હાઇટ રાઇસ હેલ્ધી નથી હોતા. ચોખા હેલ્ઘી કાર્બોહાઇડ્રેઇટનો ઉત્તમ સ્ત્રોત છે.જે આપને દિવસભર ઊર્જાવાન રાખે છે. ભાતને આપ કોઇ પણ દાળ, બીન્સ સાથે ખાઇ શકો છો. જેનાથી તે વધુ હેલ્ધી થઇ જાય છે.



  • ક્રૈશ ડાયટના આ છે ફાયદા
    આ એક પ્રકારનો ડાયટ પ્લાન છે, જેમાં ખૂબ જ ઓછું કેલેરીનું સેવન થાય છે

  • ક્રૈશ ડાયટિગમાં આખો દિવસ ફળ અને જ્યુસ,સલાડનું  સેવન કરે છે

  • કૈશ ડાયટમાં લોકો માત્ર 600-800 કેલેરી લે છે જ્યારે એક વ્યક્તિએ 1200થી 1500 કેલેરી લેવી જોઇએ.

  • ક્રેશ ડાયટ ફોલો કરીને આપ ખૂબ જ ઓછો સમયમાં વજન ઉતારી શકો છો

  • કૈશ ડાયટ લેવાથી આપ ખુદને હંમેશા એક્ટિવ એનર્જિટિક રાખી શકો છો

  • કૈશ ડાયટ આપની પાચનશક્તિને મજબૂત બનાવે છે, આપનું વજન ઝડપથી ઉતરે છે.

  • ક્રૈશ ડાયટમાં ફળો, ફળોનું જ્યસ, વેજિટેબલ સૂપ મુખ્ય રીતે લેવાનું હોય છે