તેજસ એક્સપ્રેસમાં ફૂડ પોઈઝનના કારણે 24 મુસાફરોની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આઈઆરસીટીસીએ આ અંગે જણાવ્યું કે, ટ્રેન નંબર 22120 તેજસ એક્સપ્રેસમાં ફૂડ પોઈઝનિંગની ખબર મળતા ટ્રેનને ચિપલૂન પર રોકવામાં આવી હતી. 9 મુસાફરોને પહેલા રેલવે ડોક્ટોરોએ સારવાર કરી બાદમાં 24 મુસાફરોને વધુ સારવાર માટે લાઈફ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જમવા આપેલા ખોરાકના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે. કુલ 220 નાશ્તાના પેકેટ વહેચવામાં આવ્યા હતા. કેટરિંગ સર્વિસના ડાયરેક્ટર આગળની તપાસ માટે મુંબઈ રવાના થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે નાસ્તો કર્યા બાદ લોકોની તબિયત બગડવા લાગી હતી. આ ટ્રેન ગોવા અને મુંબઈ વચ્ચે ચાલે છે. જો કે, પ્રાપ્ત માહિતી અનાર હવે મુસાફરોની હાલત સુધરી છે.
મુંબઈ: દેશની પ્રથમ સૌથી ઝડપી દોડતી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં રવિવારે ફૂડ પોઈઝનિંગના કારણે 20થી વધુ મુસાફરોની તબીયત બગડી છે. ફૂડ પોઈઝનિંગની ખબર મળતા ટ્રેન કોંકણની ચિપલૂન સ્ટેશન પર રોકવામાં આવી હતી. બિમાર મુસાફોરોને લાઈફ કેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -