સુરત: મિત્રતાના સંબંધમાં આપણે ઘણીવાર એવું કામ કરી બેસતા હોઈએ છીએ જેનાથી બાદમાં પછતાવાનો વારો આવે છે. આવી જ ઘટના સામે આવી છે સુરતા ખાતે કે જ્યાં મિત્રતામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા આપવું એક વેપારીને ભારે પડ્યું છે. ઘોડદોડ રોડના વેપારીએ અડાજણ ખાતે મિત્રને ઘર ભાડા સહિતના ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ આપ્યું હતું. જે બાદ તકનો લાભ ઉઠાવી મિત્રએ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી 7.19 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. વેપારી નીરજ અગ્રવાલે ક્રેડિટ કાર્ડનું બિલ ભરવા રૂપિયા માંગતા મિત્ર પ્રદીપે ના પાડી દીધી. જેથી લાખો રૂપિયાનું બિલ બાકી હોવાથી નિરજે પ્રદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Continues below advertisement


મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ


સુરતના મોટા વરાછામાં સુરત મહાનગર પાલિકા દ્વારા બનેલા CC રોડની કામગીરીમાં થયેલી ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે. 3.34 કિમી CC રોડનો 10% હિસ્સો જ 'ગાયબ' હોવાનો આરોપ લગાવાયો છે અને  21.28% કામ ખરાબ છતાં કોન્ટ્રાક્ટરને ફુલ પેમેન્ટ કરી બીજા પ્રોજેક્ટોની લહાણી કરાઈ હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.આ ઘટનામાં ગ્રીન ડિઝાઇન & એન્જિનિયરિંગ તેમજ જે.પી. સ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરવા માગ કરાઈ છે.


રોડનો 10 ટકા ભાગ જ ગાયબ
સુરતમાં નવા બનાવેલા રોડનો હિસ્સો જ 'ગાયબ' થઈ ગયો હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટ દ્વારા લગાવાયો છે. સુરતના મોટા વરાછામાં બનાવાયેલા 3.34 કિમીના સિમેન્ટ-કોંક્રીટની કામગીરીમાં ભારે ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે. આનો રેલો છેક ગાંધીનગર પહોંચતાં શહેરી વિકાસ વિભાગે કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો છે. આ CC રોડનું 21.28% કામ ખરાબ હોવાનું SVNITના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ રોડમાં કામગીરી કરનાર ગ્રીન ડિઝાઈન & એન્જિનિયરીંગ અને જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લિ.ને બ્લેક લિસ્ટ કરવાને બદલે બંનેને અત્યાર સુધીમાં રુ. 35.27 કરોડ ચૂકવવામાં આવ્યા છે.35 કરોડ ચૂકવાયા, પણ કામગીરી સાવ થર્ડ ક્લાસ હોવાનો આરોપ છે.


ગ્રીન ડિઝાઈન અને જે.પી.સ્ટ્રક્ચરએ કર્યું છે આ કામ 
CC રોડ બાબતે સુરત મહાનગરપાલિકા તરફથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી તરીકે ગ્રીન ડિઝાઈનને રોડના કામની દેખરેખ તેમજ રોડ સારી ગુણવત્તાનો બને એ માટે કામ આપ્યું હતું. રોડ ટેન્ડરની શરતો પ્રમાણે બને એ માટે 2 ડિસેમ્બરે રૂ. 51.24 લાખના વર્ક ઓર્ડર તેમજ 5 ઓગસ્ટે રૂ.22.77 લાખથી બીજા વર્ક ઓર્ડરથી વધારાનું કામ આપ્યું હતું. PMC તરીકે ગ્રીન ડિઝાઈનને કુલ રૂ. 74.01 લાખ જેવી મસમોટી રકમ ચૂકવી હતી છતાં PMCએ તેના કામમાં વેઠ ઉતારીને આડકતરી રીતે કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને જ મદદ કરી હતી. અત્યારસુધીમાં કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને રૂ.34.14 કરોડ ચૂકવવામાં આવ્યા છે.