રાજ્ય સરકારના 10 લાખ પેંશનર્સ અને કર્મચારીઓને રોકડમાં પગાર ચુકવવા રજૂઆત
ગાંધીનગરઃ કેંદ્ર સરકારે 1000 અને 500ની નોટ રદ્દ કરતા લોકો છતા નાણાંએ કંગાળ બની ગયા છે. આમ જનતા ATM અને બેંકો બહાર રૂપિયા લેવા અને જૂની ચલણી નોટો એક્સચેન્જ કરવા માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ત્યારે સરકાર લોકોની મુશ્કેલી દૂર કરવા માટે નવા નવા નિયમો લાવી રહી છે. ત્યારે સરકારી કર્મચારીઓ કેંદ્રના આ નિર્ણયના લીધે નાણાંભીડ અનુભાવી રહ્યા છે. તેમની આ મુશ્કેલી દૂર કરવા માટે આ મહિને રકોડમાં પગારની ચુકવણી કરવામાં આવે તેવી માંગ કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્ર સરકારના નોટબંધના નિર્ણયના કારણએ રાજ્ય સરકારના 10 લાખ પેંશનર્સ અને કર્મચારી પરિવાર નાણાંભીડ અનુભવી રહ્યા છે. એટલા માટે કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુંખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરવમાં આવી છે. કે નવેમ્બર મહિનાનો પગાર રોકડમાં કરવામાં આવે. અને પ્રવાસ અટેલે કે એલટીસીનો બ્લોક વધુ 6 મહિના લંબવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
કેંદ્ર સરકારના વર્ગ 3 ના 4 હજાર કર્મચારીઓને આ મહિને રોકડમાં 10,000 પગાર ચુકવવામાં આવશે. આ અંગે આર્થિક બાબતોના સચિવે જાહેરાત કરી હતી. જેના લીધે રાજ્યસભા અને લોકસભામાં કામ કરતા લોકો માટે SBIને 5 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -