સુરત:  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે  કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરત ઉત્તર વિધાનસભા બેઠકમાં સભા ગજવી હતી. તેમણે સંબોધનમાં કોંગ્રેસ-આપ પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી.  આ ચૂંટણીમાં કોંગ્રેસ લડે છે પણ સેનાપતિ પદયાત્રા કરે છે.  એક પાર્ટી ગુજરાતમાં આવી સરકાર બનાવવાના સપના જુએ છે એ લોકોને ગાળો આપે છે.  સુરતમાં પુર આવ્યું હતું ત્યારે તે સમયના  મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગોઠણ સુધી પાયજામો ચઢાવી કીચડમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા જોયા છે. 


તેમણે વધુમાં કહ્યું,  અમિત શાહે કાશ્મીર માંથી 370 ની કલમ હટાવી. હિન્દુસ્તાનની આવડી મોટી પીડા દૂર કરી હતી. સરદાર પટેલે 566 રજવાડાને જોડી દેશ બનાવ્યો. હવે મત માંગવા વાળા કાશ્મીર શબ્દ બોલતા નથી. મત માંગવા વાળાને ગુજરાતની તિજોરી પર નજર છે. એમને બીજા કોઈમાં રસ નથી.


કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યએ હાથનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો


બનાસકાંઠાના દિયોદરના કોટડા ખાતે ખાનગી  કોલ્ડ સ્ટોરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજયેલી ભાજપની જાહેર સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ભાજપમાં ઘર વાપસી કરી છે. અનિલ માળીએ સીઆર પાટીલ હસ્તે કેસરીયો ધારણ કરી લેતા સ્થાનીક રાજકારણ ગરમાયું છૅ.


વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે વચ્ચે હવે અનેક રાજકીય પક્ષોના દિગ્ગજો મેદાને ઉતર્યા છૅ. ત્યારે બનાસકાંઠાના દિયોદરના કોટડા ખાતે આવેલા આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપની જંગી જાહેરસભા યોજાઈ હતી. જે જાહેરસભાને સંબોધવા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પહોંચ્યા હતા. જો કે સભા દરમ્યાન વર્ષ 2017માં ભાજપ સાથેનો છેડો ફાડી કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ફરી કેસરિયો ધારણ કર્યો છૅ.


જો કે અનિલ માળી સાથે દિયોદર માર્કેટ્યાડના પૂર્વ ચેરમેન કરસનભાઈ દેસાઈ, દિયોદર તાલુકાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જોરાભાઈ દેસાઈ સહીતના અનેક આગેવાનો વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે જ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરી દેતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મહત્વની વાત છે કે, જાહેર સભાને સંબોધતા સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો  બે દિવસ અગાઉ બનાસકાંઠામાં ભાજપ જેલમાં જઈ કેદીઓને છોડાવી પ્રચાર કરાવતી હોવાના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે આક્ષેપ કર્યા સિવાય કોઈ વાત કરવાની છે નહીં.