ભારતનો અમેરિકાને સણસણતો જવાબ, બાઈકથી લઈ બદામ પર વધારી દીધી ડ્યૂટી, જાણો વિગતે
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ભારતે અમેરિકા સામે જવાબી કાર્યવાહી કરતી આયાત ડ્યૂટીમાં વધારો કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. ભારત દ્વારા વધારવામાં આવેલી ડ્યૂટી 21 જૂનથી અમલી બનશે. ભારતના અંદાજ મુજબ ડ્યૂટીમાં વધારાથી 238.09 મિલિયન અમેરિકન ડોલરની રેવન્યૂ હાંસલ કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા ફેંસલા મુજબ હવે અમેરિકાથી આયાત થતી 800 સીસીથી વધારે બાઇક્સ પર 50 ટકા ડ્યૂટી લાગશે. બદામ અને મગફળી પર 20 ટકા તથા સફરજન 25 ટકા ડ્યૂટી ચાર્જ લેવાશે.
ભારતે 800 સીસીથી વધારે ક્ષમતાવાળી બાઇક્સ, તાજા સફરજન, બદામ જેવી 30 પ્રોડક્ટ્સ પર ડ્યૂટી વધારવાનો ફેંસોલ લીધો છે. એક સીનિયર ઓફિસરે જણાવ્યું કે, અમેરિકા દ્વારા ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાતની ડ્યૂટી વધારવાના જવાબમાં આ કાર્યવાહી કરી છે.
ભારતે 14 જૂને વિશ્વ વેપાર સંગઠનને લખેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે અમેરિકાથી થનારી આયાત ખતમ કરવામાં આવી છે. આ છૂટ તેમના દ્વારા ભારતની પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવેલી ડ્યૂટીના બદલામાં ખતમ કરાઇ છે,
નવી દિલ્હીઃ ભારતે અમેરિકા દ્વારા કેટલીક વસ્તુઓ પર વધારાનો ચાર્જ લગાવવાના વિરોધમાં યુએસથી આયાત થતી 30 પ્રોડક્ટ્સની ઇમ્પોર્ટ ડ્યૂટી ખતમ કરી દીધી છે. આ અંગે ભારત દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને જાણકારી આપી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -