ફિક્સ છે IPL 2018ની ફાઈનલ? સોશિયલ મીડિયા પર લીક થયો વીડિયો!
સોશિયલ મીડિયામાં જે વીડિયો ક્લિપ સામે આવી છે, તે પુરી નથી. જેને લઇ સવાલ ઉઠ્યા બાદ હોટસ્ટારે પણ આ વીડિયો પ્રોમોને હટાવી લીધો છે. જો કે તે પહેલા જ કેટલાક ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. જો કે આ વીડિયોની પૃષ્ટી થઇ શકી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આઇપીએલ 2018ની ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ સાથે રમતી નજરે પડી રહી છે. આ વીડિયો એક પ્રોમો છે જે હોટસ્ટાર, જે મેચની લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી છે અને તેને આઇપીએલ 2018નો વીડિયો પ્રોમો બતાવ્યો છે. આ પ્રોમોમાં ચેન્નાઇ સુપરકિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે રમતી નજરે પડે છે. જેમાં બન્ને ટીમના કેટલાક ખેલાડી પણ જોવા મળી રહ્યાં છે.
નવી દિલ્હીઃ આઈપીએલના બીજા ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે કોલાકાતાને હાર આપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જોકે આ મેચ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં ટૂર્નામેન્ટ ફિક્સ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. હોટસ્ટારના એક પ્રોમો વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ફાઈનલમાં કેકેઆર અને સીએસકેનો સામનો થશે. તેનાથી ઘણાં લોકો અચંભિત રહી ગાય. જો કે આ બધી અફવા નીકળી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ જીતી ફાઇનલમાં પહોચ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -