ચંદીગઢ: બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની આગામી ફિલ્મ દોસ્તના 2નું શૂટિંગની શરૂઆત કરવા જઈ રહી છે. આ પહેલા જાહ્નવી કપૂર અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું હતું. દોસ્તના 2માં કાર્તિક આર્યન જાહ્નવી કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય જાહ્નવી કપૂર "ધ કારગિલ ગર્લ" અને "રુહી અફઝા" ફિલ્મમાં જોવા મળશે. "ધ કારગિલ ગર્લ"નું એક પોસ્ટર પણ સામે આવ્યું છે.
જાહ્નવી કપૂરે અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને લોકોને જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ધડક જોડી ઘણી પસંદ પણ આવી હતી.