ખોડલધામ ‘નરેશ’નું ચેરમેન પદેથી રાજીનામું ? પ્રમુખ પરેશ ગજેરાએ શું કહ્યું ? જાણો વિગત
રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાના સમાચાર વહેતા થયા છે. સમગ્ર ગુજરાતના લેઉવા પાટીદાર સમાજની આસ્થા સમાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેશ પેટેલે અચાનક આપેલા રાજીનામાથી પાટીદાર સમાજમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટમાં એક વ્યક્તિના વધુ પડતાં વર્ચસ્વથી નારાજ થઈને નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા હાલ થઈ રહી છે.
આ અંગે ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આ વાત અફવા છે. નરેશભાઇ એ કોઇ પણ પ્રકારના પદેથી રાજીનામું આપ્યું નથી. મારી પાસે કોઈ રાજીનામું આવ્યું નથી.
ખોડલધામને એક વૈશ્વિક ઓળખ અપાવવામાં નરેશ પટેલનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -