અમદાવાદનાં મેયર બિજલ પટેલ નથી પાટીદારની દીકરી પણ પાટીદારને પરણ્યાં છે, જાણો કઈ છે તેમની મૂળ જ્ઞાતિ?
અમદાવમાં ખરાબ રોડને લઈને તેમણે કહ્યું કે, મોન્સૂન માથે છે એટલે આજે જ રોડ ઠીક થઈ જશે એવું તો ન કરી શકું પણ વરસાદ પછી જયારે રોડ પ્લાન્ટ ચાલુ થશે ત્યારે જે પણ ક્ષતિ રહી છે તે દૂર કરવાનો ચોક્કસથી પ્રયાસ કરીશ.
મેયર બન્યા બાદ તેમની પ્રાથમિકતા મુદ્દે તેમણે કહ્યું કે, પ્રથમ પ્રાથમિકતા પાયાગત સુવિધા રોડ, પાણી, ગટર હશે. અને પછી પ્રોજેકટસ પર ધ્યાન આપીશ જેમાં ખાસ કરીને સ્વચ્છતા, ગ્રીન એન્વાયર્મેન્ટ, પ્લાસ્ટિક ફ્રી-ડસ્ટ ફ્રી શહેર જેવા મુદ્દા રહેશે.
અમદાવાદઃ અમદાવાદમાં બિજલ પટેલની મેયર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે બ્રાહ્મણ અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર પદે દલિત દિનેશ મકવાણા, પક્ષના નેતા તરીકે જૈન અમિત શાહ અને દંડક તરીકે પણ ઓબીસી રાજુ ઠાકોરની નિયુકિત કરાઈ છે. પ્રોરેટા પ્રમાણે મહિલાનું મેયર પદ હતું. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે.
બિજલ પટેલે મીડિયા સાથેની વાતીચતમાં જણાવ્યું કે, મારી નિમણૂંક પાટીદાર હોવાને કારણે નથી થઈ, હું તો ઈન્ટરકાસ્ટ છું. હું જૈન વણિક અને પાટીદાર ભેગી છું. મારા પ્રેમલગ્ન થયા છે. મારી કામગીરી જોઈને મને આ જવાબદારી સોંપાઈ છે.
તેમણે પાટીદાર મુદ્દે કહ્યું કે, ભૂતકાળમાં જે પ્રકારની ઘટનાઓ બની હતી તેવી ભવિષ્યમાં બનશે તો હું ચોક્કસપણે સમાજના સભ્યોને સમજાવવાનો અને આવી ઘટના ડામવાનો પ્રયાસ કરીશ.