✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલ સામેના કેસમાં ફરિયાદી નરેન્દ્ર પટેલે હાર્દિકની તરફેણમાં શું કરી એફિડેવિટ ? જાણો સંપૂર્ણ વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2017 05:31 PM (IST)
હાર્દિક પટેલ સામેના કેસમાં ફરિયાદી નરેન્દ્ર પટેલે હાર્દિકની તરફેણમાં શું કરી એફિડેવિટ ? જાણો સંપૂર્ણ વિગત
1

નરેન્દ્ર પટેલે કહ્યું કે, એફઆઇઆરમાં હાર્દિક પટેલના નામનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. અને તેના વિરુદ્ધ કોઇ આરોપ લગાવ્યા નથી. ઘટના સમયે હાર્દિક ઘટના સ્થળ પર હાજર નહોતો અને તેણે મને કોઇ ધમકી પણ આપી નથી.

2

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પાટણમાં 26 ઓગસ્ટના રોજ આયોજીત ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ બાદ હાઇવેની નવજીવન હોટલ પર બેઠો હતો. તે દરમિયાન હાર્દિકના કાફલાએ મારી સાથે મારામારી કરી હતી.

3

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 506(2), 504,323, 427, 395, હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

4

તે સિવાય નરેન્દ્ર પટેલે કહ્યું કે, આ એફિડેવિટ હું કોઇના દબાણમાં કરતો નથી. હું મારી મરજીથી એફિડેવિટ કરી રહ્યો છું. એફિડેવિટમાં કરેલી તમામ વાતો સત્ય છે અને મારી જાણમાં છે.

5

પાટણઃ પાટણમાં મારામારી કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. હાર્દિક પટેલ અને અન્ય પાસ કાર્યક્રરોએ મારામારી કરી હોવાની ફરિયાદ દાખલ કરનારા નરેન્દ્રકુમાર ભાઇલાલ પટેલે એફિડેવિટ દાખલ કરી છે. નરેન્દ્રકુમાર ભાઇલાલ પટેલે પાટણ કોર્ટમાં વકીલ દ્વારા એફિડેવિટ દાખલ કરી છે કે આ મારામારીની ઘટનામાં હાર્દિક પટેલની કોઇ સંડોવણી નથી.

6

પોતાની એફિડેવિટમાં નરેન્દ્રકુમાર પટેલ જણાવ્યું હતું કે, મારા પર હુમલો થયો ત્યારે હાર્દિક પટેલ ઘટનાસ્થળ પર હાજર નહોતો. જો હાર્દિક પટેલને જામીન પર મુક્ત કરવામાં આવે તો મને કોઇ વાંધો નથી. હાર્દિક વિરુદ્ધ કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.

  • હોમ
  • Uncategorized
  • સમાચાર
  • હાર્દિક પટેલ સામેના કેસમાં ફરિયાદી નરેન્દ્ર પટેલે હાર્દિકની તરફેણમાં શું કરી એફિડેવિટ ? જાણો સંપૂર્ણ વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.