ગુજરાતના નવા ડેપ્યુટી CM નીતિન પટેલની રાજકીય સફર, જાણો વિગતે
રાજકીય રીતે - પાવરફુલ નેતા માનવામા આવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીક મનાય છે. વર્ષ 1990થી 2017 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
નીતિન પટેલ- ગુજરાતના નવા ડેપ્યૂટી સીએમ તેમણે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. રાજકીય સફરની શરૂઆત 1999-2001 સિંચાઈ વિભાગ, રોડ અને બિલ્ડિંગ વિભાગ મંત્રી તરીકે રહી ચુક્યા છે. તેમનો વિધાનસભા મત વિસ્તાર - મહેસાણા છે.
ત્રીજી વખત કડી સીટ પરથી બીજી વખત જીત ,એગ્રીલકલ્ચર અને નાની સિંચાઇ ખાતાના પ્રધાન, ફરી ધારાસભ્ય તરીકે જીત એ બાબતની સાક્ષી પુરે છે કે તેઓ રાજકિય બાબતોના પંડિત તો છે જ પણ સંગઠનમાં પણ તેમનો અનુભવ ઓછો નથી
તેમની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો નવનિર્માણ આંદોલનમાં મહામંત્રી, કડી નગરપાલિકામાં સભ્ય, કડી પાલિકાના ચેરમન, કડી પાલિકાના પ્રમુખ, કડી વિધાનસભા સીટ પરથી જીત, કડી સીટ પરથી બીજી વખત જીત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન રહી ચુક્યા છે.
છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નીતિન પટેલ સરકારમાં અનેક ખાતાઓમાં મંત્રી તરીકે સફળ કામ કરી ચૂક્યા છે, સાથે જ સંગઠનમાં પણ તેમની પકડ મજબૂત છે. નીતિન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડ બુકમાં પણ સામેલ છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 99 બેઠકો સાથે ભાજપની જીત થઈ હતી. જોકે ગુજરાતમાં એક જ ચર્ચા હતી કે મુખ્યમંત્રી કોણ હશે જોકે આજે તેના નામ પર પૂર્ણ વિરામ મુકવામાં આવ્યું હતું અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ બંન્ને નામની જાહેરાત થતાં જ ચાહકોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ગુજરાતમાં ભાજપે જૂની ફોર્મ્યુલા યથાવત્ રાખી છે. જ્યારે વિજય રૂપાણી બીજીવાર મુખ્યમંત્રી અને નીતિન પટેલ બીજીવાર ડેપ્યૂટી મુખ્યમંત્રી બન્યા છે.