✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદી દુનિયામાં સૌથી વધુ ‘ફેક ફોલોઅર્સ’ ધરાવતા નેતા!, ડિજિટલ એજન્સીનો દાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 10:51 PM (IST)
PM મોદી દુનિયામાં સૌથી વધુ ‘ફેક ફોલોઅર્સ’ ધરાવતા નેતા!, ડિજિટલ એજન્સીનો દાવો
1

ટ્વિપ્લોમેસી એ ટ્વિટમાં કહ્યું કે, દુનિયામાં કેટલાક સૌથી વધુ ફોલો કરવામાં આવતા વર્લ્ડ લીડર્સ અને તેને ફોલો કરનારા બોટને ટ્વિટર ઓડિટે ઓળખ્યા છે.

2

ટ્વિટર ઓડિટ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે નકલી ટ્વિટ અકાઉન્ટ ઓળખવાનો દાવો કરે છે. જો કે ટ્વિટર ઓડિટની આ રિપોર્ટ પર ટ્વિટર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી

3

ટ્વિપ્લોમેસી આંકડામાં સૌથી ઉપર અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ છે. ટ્રંપના 4 કરોડ 79 લાખ ફોલોઅર છે. જ્યારે પીએમ મોદીના ટ્વિટર ફોલોઅર 4 કરોડ 10 લાખથી વધુ છે. જેમાં 60 ટકા ફેક ફોલોઅર્સ છે. રિપોર્ટ પ્રમાણે ટ્રંપના 37 ટકાથી વધુ ફોલોઅર્સ નકલી છે. આ આંકડા ટ્વિટઓડિટ નામની એજન્સી દ્વારા કલેક્ટ કરવામાં આવ્યાં છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ પેના નિએટોના પણ 47 ટકા ફોલોઅર્સ ફેક છે.

4

રિપોર્ટ પ્રમાણે પીએમ મોદી બાદ નકલી ફોલોઅર્સની સંખ્યા પોપ ફ્રાંસિસની વધારે છે. ટ્વિટર પર પોપ ફ્રાંસિસના 1 કરોડ 67 લાખ ફોલોઅર છે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફોલોઅરમાંથી લગભગ 59 ટકા ફેક છે.

5

નવી દિલ્લી: અત્યાર સુધી તમે સમાચારો વાંચ્યા હશે કે પીએમ મોદી દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંનાં એક નેતા છે. પરંતુ ડિજિટલ એજન્સી ટ્વિપ્લોમેસીએ ટ્વીટર ઓડિટે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન મોદી દુનિયામાં સૌથી વધુ ફેક ફોલોઅર્સ ધરાવતા નેતા બની ગયા છે. પીએમ મોદીના 60 ટકાથી વધુ ટ્વિટર ફોલોઅર નકલી છે.

  • હોમ
  • Uncategorized
  • સમાચાર
  • PM મોદી દુનિયામાં સૌથી વધુ ‘ફેક ફોલોઅર્સ’ ધરાવતા નેતા!, ડિજિટલ એજન્સીનો દાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.