જાણો નિવૃત્ત થયા બાદ પોતાના માટે કેવું ઘર બનાવશે PM મોદી...
વાતચીત દરમિયાન મહિલાઓઓ પોતાના અનુભવ શેર કર્યા. એક લાભાર્થીએ જણાવ્યું કે, કાચું મકાન હોવાને કારણે તેણે વરસાદના દિવસોમાં ખૂબ જ પરેશાની થતી હતી. હવે પાક્કું મકાન બન્યા બાદ તેને આ સમસ્યાથી મુક્તિ મળી ગઈ છે. આ દરમિયાન પીએમ મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખૂંટના લાભાર્થીઓ સાથે વાત કરતાં પીએમ મોદીએ રાણી મિસ્ત્રીનો પણ ઉલ્લેખ કર્યો અને તેના વિશે મહિલાઓ પાસે જાણકારી માગી. પીએમ સાથે વાત કરતાં મહિલાઓએ 2019માં ફરીથી પ્રધાનમંત્રી બનવાની શુભકામના આપી.
લાભાર્થીઓએ પીએમ મોદીનો ઘર માટે આભાર માન્યો. આ દરમિયાન પીએમે કહ્યું કે, 2022 સુધી તમામ ગરીબોને પાક્કુ મકાન આપવાનો તેમણે ટાર્ગેટ રાખ્યો છે. આ દરમિયાન મહિલાઓએ પોત પોતાના ઘરની તસવીર બતાવી, જે તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવી છે. તસવીર જોઈને પીએમે કહ્યું કે, અત્યારે તો હું સરકારી ઘરમાં રહું છું. નિવૃત્ત થયા બાદ હું પણ આવું જ ઘર બનાવીશ.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે ઝારકંડના ખૂંટી જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરી. લાભાર્થીઓમાં જુબૈદા ખાતૂન, ઉષા દેવી અને અંજલી દેવી સહિત અનેક અન્ય મહિલાઓએ સીધો પીએમ મોદી સાથે સંવાદ કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -