અભિષેક બચ્ચન નહી પરંતુ આ બોલીવુડ અભિનેતા કરશે પ્રિયંકા ચોપરા સાથે રોમાંસ
પ્રિયંકા અને ફરહાન જાયરાના માતા-પિતાનો રોલ નિભાવશે. ઓગષ્ટમાં ફિલ્મનું કામ શરૂ થઇ જશે. આ પહેલા આ જોડીએ ફિલ્મ દિલ ધડકને દોમાં કામ કર્યુ હતું. જેમાં બંને ભાઇ-બહેન બન્યા હતાં. આયેશા ચોધરી 13 વર્ષની છોકરી હતી. જે પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બિમારીથી પીડાતી હતી. આમ છતાં તેણે એક પુસ્તક લખ્યું હતું અને લોકોને જાગૃત કર્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: જાણીતા નિર્દેશક અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ 'ભારત'થી અભિનેત્રી પ્રિયંકા ચોપરા બોલીવુડમાં કમબેક કરી રહી છે. બોલીવુડની દેશી ગર્લ ખૂબ લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મનું હજું શૂટિંગ શરૂ પણ નથી થયું ત્યાં પ્રિયંકા ચોપરાના ખાતામાં વધુ એક ફિલ્મ આવી ગઈ છે.
પ્રિયંકા ચોપરાને ફિલ્મ ભારત બાદ સોનાલી બોસની ફિલ્મ માટે સાઈન કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખત્ર સાથે જોવા મળશે. ચર્ચા છે કે સોનાલી આયશા ચૌધરીના પુસ્તક અને તેના જીવન પર ફિલ્મ બનાવવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે પહેલા અભિષેક બચ્ચનનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર તેમનું નામ આ ફિલ્મથી અલગ થઈ ગયું. હવે આ ફિલ્મમાં ફરહાન અખ્તરને લેવામાં આવ્યો છે.
આયેશા ચોધરીના જીવન પર આધારીત આ ફિલ્મમાં મુખ્ય બાળ કલાકાર તરીકે જાયરા વસીમ હશે. જેણે દંગલ અને સુપરસ્ટારમાં કામ કર્યુ છે. જ્યારે પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર પણ મહત્વના રોલમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -