વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકો પાકિસ્તાનથી આવેલા દલિતો, પછાતો અને ઉત્પીડનો વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. પાકિસ્તાનનો જન્મ ધર્મના આધાર પર થયો હતો અને ત્યારથી બીજા ધર્મોના લોકો પર અત્યાચાર શરૂ થઇ ગયો હતો. સમયની સાથે પાકિસ્તાનમાં હિંદુ, શીખ, જૈન , બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે.તેમણે કહ્યું કે, લાખો લોકોને પોતાનું ઘર છોડીને ભારત આવવું પડ્યું છે. પાકિસ્તાને આ લોકો પર અત્યાચાર કર્યો છે પરંતુ કોગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાન વિરુદ્ધ નથી પરંતુ પીડિતો વિરુદ્ધ આંદોલન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજા હિસ્સો ખેડૂતોને આપ્યો હતો. તેમણે ડિઝિટલ ટ્રાન્જેક્શન દ્વારા 12000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે 6 કરોડ ખેડૂતોના ખાતામાં જશે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 રૂપિયા મળે છે. તેમણે કહ્યુ કે, અમે ખેડૂતોની આવક બે ગણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. કૃષિ કર્મણ એવોર્ડ જીતનારા તમામ સાથીઓ અને દેશના તમામ ખેડૂતોને ખૂબ અભિનંદન. દેશના તમામ ખેડૂતોને નવા વર્ષની શુભેચ્છા.
કર્ણાટક સહિત આખા ભારતમાં જળસંકટની સ્થિતિનો સામનો કરવા માટે સરકારે ઘર-ઘર પાણી પહોચાડવાનો સંકલ્પ લીધો છે. થોડા દિવસ અગાઉ અટલ ભૂજલ યોજના શરૂ કરી છે. જે હેઠળ કર્ણાટક સહિત દેશના સાત રાજ્યોમાં ભૂજલ સ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
માછલી પાલકોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાથી જોડવામાં આવી ચૂક્યા છે. નવી ફિશિંગ હાર્બર બનાવવામાં આવી રહ્યા છે. બોટને આધુનિકીકરણ માટે રાજ્યોને 2500 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે. ઇસરોની મદદથી માછીમારોની સુરક્ષા માટે નેવિગેશન ડિવાઇસ બોટમાં લગાવાવમાં આવી રહ્યા છે. ભારત મસાલા ઉત્પાદન 25 લાખ ટનથી વધ્યું છે તો એક્સપોર્ટ પણ લગભગ 15 હજાર કરોડથી વધીને લગભગ 19 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યુ છે.