ઓ ટેન્કનું વજન 50 ટન છે અને તે 47 કિલોના ગોળાને 43 કિમી દૂર સુધી ફાયર કરી શકાશે. 15 સેકન્ડમાં 3 ગોળા ફેંકી શકે છે. ગોળાને લક્ષ્યથી 10 મીટર સુધી વાળી શકાશે. રક્ષામંત્રાલયે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતીય સેના માટે વર્ષ 2017માં K9 વજ્ર-T 155 mm/52 કેલીબર કુલ 100 ગન બનાવવા માટે 4500 કરોડ રૂપિયામાં કરાર કર્યા હતા.
આ પહેલા જાન્યુઆરી 2019માં હજીરા એલ એન્ડ ટી ખાતે પ્રથમ વખત કોઇ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા કરવામાં આવ્યું હતું.
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હજીરા સ્થિત એલ એન્ડ ટીએ ઓગષ્ટ-18માં નિર્માણ કરાયેલી કે-9 વજ્ર હોવિત્ઝર ટોપ જેવી વધુ 90 ગન આવનારા વર્ષોમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.