ટીવી સીરિયલની અભિનેત્રી રાખી સાવંતે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કથિત પતિ રિતેશ સિંહથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 'કોન્ટ્રોવર્સી ક્વીન' રાખી સાવંતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને રિતેશથી અલગ થવાની જાહેરાત કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું છે કે બિગ બોસ શો પછી તેના જીવનમાં ઘણું બધું થયું. તેને કેટલીક બાબતોની જાણ નહોતી. બાદમાં બંનેએ સાથે મળીને આ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, હવે આ કપલ સ્વેચ્છાએ એકબીજાથી અલગ થઈ રહ્યું છે. આ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, આ બધું જ ખૂબ જ દુઃખદ અને તોડી દેનાર છે”
રાખી સાવંતે તલાક પહેલા સોશિયલ મીડિયા પર અનેક ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે, “હું પ્રાર્થના કરું છું કે, આ મુશ્કેલ સમયમાં ભગવાન મને હિંમત આપશે અને સંભાળશે”
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">
રાખી સાવંતનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં એક સ્થાન હાંસલ કરનાર રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી બિગ બોસમાં જોવા મળી રહી છે. પરંતુ આ વખતે તેના પતિ રીતેશે પણ ઘરમાં એન્ટ્રી લીધી હતી અને આ પહેલીવાર હતું, જ્યારે બધાએ રાખીના પતિને જોયો હતો. રિતેશ ઘરની અંદર ઘણી વખત રાખી સાથે ગેરવર્તણૂક કરતો હતો, જેના માટે સલમાન ખાને પોતે રિતેશને અટકાવ્યો હતો. ત્યારથી બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી. રિતેશને બિગ બોસમાંથી બેઘર કરાયો હતો. હવે બંને અલગ થવા જઈ રહ્યા છે.
.