આ પહેલા આરબીઆઈએ ઓક્ટોબર મહિનામાં જીડીપી અનુમાન ઘટાડ્યું હતું અને નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. આ પહેલા અનેક રેટિંગ એજન્સીઓએ ભારતના જીડીપી ગ્રોથ અનુમાન ઘટાડી દીધું હતું.
ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લા 10 મહિનામાં જીડીપી ગ્રોથના અનુમાનમાં 2.4 ટકાનો ઘટાડો કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેન્કે આ અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ 7.4 ટકા રહેશે. એપ્રિલ 2019માં આરબીઆઈએ આ અનુમાનને ઘટાડીને 7.2 ટકા કરી દીધું હતું. જૂનમાં જીડીપી 7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. તેના બાદ ઓગસ્ટ 2019માં અનુમાન ઘટાડીને 6.9 ટકા અન ઓક્ટોબરમાં ઘટાડીને 6.1 ટકા કરી દીધું હતું.