રશિયામાં ભારતને મળ્યું સન્માન, રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને એરપોર્ટ પર કર્યું સી ઓફ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2018 04:29 PM (IST)
1
વિદેશ મંત્રાલય પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું કે, “અલવિદા મારા મિત્ર. આપણી મિત્રતાને વિશેષ મહત્વ આપતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાના પરંતુ સફળ રશિયા દરમિયાન બાદ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે એરપોર્ટ પર વિદાય આપી.”
2
પીએમ મોદીએ પુતિન સાથે પ્રથમ અનૌપચાકિર શિખર વાર્તા રશિયાના સોચિમાં થઈ છે. અને બન્નેએ અનેક દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં રક્ષા સહયોગ સાથે બન્ને દેશના હિત માટે વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી હતી.
3
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા યાત્રાથી ભારતને ભરપૂર સત્કાર મળ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે અનૌપચારિક શિખર સમ્મેલન બાદ વડાપ્રધાન મોદી આજે ભારત પરત ફર્યા છે. રસપ્રદ વાત આ છે કે પુતિને પરંપરાથી અલગ પીએમ મોદીને એરપોર્ટ પર સી ઓફ કરવા આવ્યા હતા.