સલમાન ‘ગર્લફ્રેંડ’ લુલિયા સાથે દેખાશે ફિલ્મમાં? જાણો કઈ ફિલ્મમાં સાથે કરી શકે કામ
બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની લવ લાઈફ સતત લોકોનું ધ્યાન ખેંચતી રહે છે. હાલ સલમાનની કથિત ગર્લફ્રેંડ લુલિયા વંતૂર બી-ટાઉનમાં ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં આવતા અહેવાલો અનુસાર અટકળો છે કે લુલિયા ‘દબંગ-3’માં દેખાઈ શકે છે.
એક એંટરટેઈન્મેંટ મેગેઝિન અનુસાર સલમાન ખાનની રોમાનિયાની ફ્રેંડ લુલિયા વંતુરને સુપરહિટ સીરિઝ દબંગની આવનારી ફિલ્મમાં જોઈ શકાય છે.
આ રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે હજી આ અંગે વાતચીત ચાલુ છે, જો બધુ બરાબર રહેશે તો લુલિયાને અરબાઝના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘દબંગ-3’માં મહત્વની ભૂમિકામાં જોઈ શકાશે.
જો આ ખબર સાચી સાબિત થઈ તો સલમાનના ફેંસ તેમના ફેવરિટ સ્ટારને તેની ‘ગર્લફ્રેંડ’ સાથે જોઈ શકશે.
જો કે બંનેએ એકબીજાની રિલેશનશીપને ક્યારેય સ્વીકારી કે નકારી નથી. પણ ઘણા ઈવેંટ્સમાં તે બંને સાથે દેખાય છે. બંને એકબીજા સાથે સમય પસાર કરતા પણ ક્લિક થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -