સેમસંગે Galaxy S10 Lite સ્માર્ટફોન રજૂ કરી દીધો છે. Galaxy S10 Liteને બે વેરિએન્ટમાં મળશે. જેમાં 6GB રેમ 128 GB સ્ટોરેજ અને 8GB રેમ અને 128GB સ્ટોરેજનું ઓપ્શેન મળશે. આ ફોન પ્રિઝ્મ વ્હાઈટ, પ્રિઝ્મ બ્લેક અને પ્રિઝ્મ બ્લૂ કર વેરિએન્ટમાં મળશે. જો કે હાલમાં આ ફોનની કિંમત અંગે કોઈ ખુલાસો થયો નથી.
લૂક્સ મામલે આ ફોન ગેલેક્સી નોટ 10 લાઈટ જેવો છે. આ આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ (1080 x 2400 પિક્સલ) ઇન્ફિનિટી- O સુપર AMOLED પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 7nm નેનોમીટરનું પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની ક્લોક સ્પીડ 2.8GHz છે. જોકે તેમાં પ્રોસેસરના મોડલ અને કંપની વિશે કોઈ માહિતી આપી નથી.
કેમેરા માટે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48MPના પ્રાઈમરી લેન્સ સાથે તેમાં 12MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5MPનો મેક્રો લેન્સ સામેલ છે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
પાવર માટે 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફ્રન્ટમાં કેમેરા ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનનની ઇન્ટરનલ મેમોરી SD કાર્ડની મદદથી 1TB સુધી વધારી કરી શકાય છે.
સેમસંગે લોન્ચ કર્યો Galaxy S10 Lite, જાણો શું છે ખાસ ફીચર્સ
abpasmita.in
Updated at:
04 Jan 2020 09:37 PM (IST)
સેમસંગે Galaxy S10 Lite માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48MPના પ્રાઈમરી લેન્સ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -