તેની સાથે જ લોકો આ ફોટોને લઈને સવાલ પણ પૂછી રહ્યા છે. ઉઠી રહેલ સવાલોના જવાબ આપતા સોનમ કપૂરે કહ્યું કે, તેના પિતા અનિલ કપૂર આ વાતથી અજાણ હતા કે તે કોની સાથે તસવીર ખેંચાવી રહ્યા છે.
સોનમની ટ્વીટ પર તમામ લોકોએ કૉમેન્ટ કરી પણ એક પત્રકારની કૉમેન્ટ પર સોનમે જવાબ આપ્યો. પત્રકારે સોનમના પિતા અનિલ કપૂર અને દાઉદ ઈબ્રાહિમની એક તસવીર શેક કરતા પૂછ્યું, ‘તમે ખૂબ પ્રખરતાથી પોતાનો અવાજ ઉઠાવો છો. મહેરબાની કરી દેશને જણાવીશ કે, આતંકવાદી દાઉદની સાથે તમારા પિતાની તસવીરનો સંબંધ તેમના કર્મથી છે કે, તેમના ધર્મથી?’
આના જવાબમાં સોનમે લખ્યું, ‘ક્રિકેટથી છે. ઈન્ડિયન ક્રિકેટથી.’ એક્ટ્રેસે વધુ એક ટ્વીટ કરી, ‘તે (અનિલ કપૂર) રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂર સાથે મેચ જોવા ગયા હતા અને એક બૉક્સમાં હતા. મને લાગે છે કે, તમારે કોઈના પર આંગળી ઉઠાવવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આવામાં બીજી ત્રણ આંગળી તમારા પર હોય છે. ભગવાન રામ તમને દુષ્ટતા અને હિંસા ફેલાવવા માટે માફ કરે.’