વિરમગામ-સાણંદ બાયપાસ પાસે મિનિ બસનો અકસ્માતઃ એકનું મોત, 10 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Dec 2016 10:54 AM (IST)
1
આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદ-સુરેન્દ્રનગર રૂટ પર ચાલતી જીજે 13 વાય 1294 નંબરની મિનિ લક્ઝરી બસ વિરમગામ-સાણંદ બાયપાસ પાસે પલ્ટી ખાઈ ગઈ હતી. જેને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાંથી એક મહિલાનું મોત થયું હતું. જ્યારે દસ લોકો ઘાયલ થતાં તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
2
અમદાવાદઃ વિરમગામ સાણંદ બાયપાસ પાસે એક મિનિ બસનો અકસ્માત થયો છે. આ બસ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 10 લોકોને ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બસ અમદાવાદ-સુરેન્દ્રનગરની હોવાનું જાણવા મળ્યું છે.
3
4
આ ઘટના બનતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેમણે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. બે ગંભીર મુસાફરોને સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.