બોલિવૂડની આ એક્ટ્રેસે પહેરી ‘હરે રામ’ લખેલી બિકિની ટોપ, સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા
abpasmita.in | 14 Nov 2019 11:06 PM (IST)
વાણી કપૂરે જે બિકિની ટૉપ પહેર્યો હતો તેના પર ‘હરે રામ’ લખ્યું હતું. વાણીએ આ તસવીર શેર કરી ત્યારે લોકો તેના પર ભડકી ઉઠ્યા અને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
મુંબઈ: બોલિવૂડ સ્ટાર ઘણીવાર પોતાની ફેશનને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં રહે છે. હવે એક્ટ્રેસ વાણી કપૂર ટ્રોલ્સના નિશાના પર આવી છે. વાણી કપૂરે હાલમાં જ સોશિયલ મીડિયા પર બિકિની ટોપમાં કેટલીક તસવીરો શેર કરી હતી. જેને લઈને તે ટ્રોલ થઈ રહી છે. વાસ્તવમાં વાણી કપૂરે જે બિકિની ટૉપ પહેર્યો હતો તેના પર ‘હરે રામ’ લખ્યું હતું. વાણીએ આ તસવીર શેર કરી ત્યારે લોકો તેના પર ભડકી ઉઠ્યા અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં હતા. આ ફોટોને લઈને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. આ મામલે કેટલાક લોકોએ તેને ખોરી-ખોટી પણ સંભળાવી દીધી હતી. મોટાભાગના લોકોએ વાણી કપૂર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. લોકોએ વાણી પર ભડકાઉ કપડા પહેરવા અને ભગવાનનું નામ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે અને તેને બાયકૉટ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે યૂઝર્સે વાણી વિરુદ્ધ એક્શન લેવાની માંગ પણ કરી રહ્યાં છે. આ વિવાદને જોતાં વાણીએ પોતાના ફોટો સોશિયલ મીડિયા પરથી હટાવી લીધાં છે.