વડોદરાના ડોક્ટરની સેક્સલીલાની ખબર પડ્યા પછી કોણે પાંચ લાખ રૂપિયામાં કરેલો તોડ? જાણો વિગત
સોમવારે ડોક્ટર પ્રતિકના ગોત્રી રોડ પર આવેલા ક્રિષ્ના ટાઉનશીપ ખાતે આવેલા મકાનમાં પોલીસ પહોંચી હતી પણ મકાન બંધ હતું જેથી પાડોશીઓની પુછપરછ કરી હતી.
પોલીસે ડેપ્યુટી સરપંચ સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે પાંચ લાખની ખંડણી કોણે માગી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થવાના મુદ્દે અનગઢના ડેપ્યુટી સરપંચ મહેન્દ્ર કાંતિ ગોહિલ તથા વિક્રમ જયંતી પરમારની ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર પાસે ખંડણી મંગાઇ હતી કે કેમ તે દિશામાં પોલીસની તપાસ હાલ ચાલી રહી છે. જ્યારે કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે પાંચ લાખ માગ્યાની ચર્ચાઓ પણ ચાલી રહી છે જોકે દિલીપે આ વાતને તદ્દન ખોટી ગણાવી હતી.
નંદેસરી પીઆઇ જે.કે.પટેલે જણાવ્યું હતું કે ,દવાખાનામાંથી કંઇ વાંધાજનક મળ્યું નથી અને હાલ આરોપી દિલીપ ગોહિલની ધરપકડ કરીને તેની પુછપરછ શરૂ કરાઇ છે. પોલીસ ડોક્ટરના ક્લિનિક પર પહોંચતા જ ગામના લોકોના ટોળાં વળ્યા હતાં.
બીજી તરફ વીડિયો વાયરલ કરવાના મુદ્દે શરૂ થયેલી તપાસમાં પોલીસે અનગઢના ડેપ્યુટી સરપંચ સહિત 2 શખ્સની ધરપકડ કરી હતી. ફરાર ડોક્ટરને શોધવા પોલીસે 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
સોમવારે પોલીસે કમ્પાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કરી ડોક્ટર પ્રતિકના દવાખાનામાં જઈને પંચનામું કરવાની સાથે સર્ચ પણ કર્યું હતું. જોકે ક્લિનિક ત્રણ મહિનાથી બંધ હોવાથી ક્લિનિકમાંથી કોઈ નશીલી દવાઓ કે ઇન્જેક્શન ના મળ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જેમાં ડોક્ટરના ક્લિનિકમાં નોકરી કરી રહેલ કમ્પાઉન્ડરે દિલીપ ગોહિલે ધડાકો કર્યો હતો. આ કેસમાં રોજ નવા-નવા રહસ્યો બહાર આવી રહ્યા છે જોકે હજુ પણ નવો ધડાકો થાય તેવી શક્યતા છે.
વડોદરા: વડોદરા પાસેના અનગઢ ગામમાં લંપટ ડોક્ટર પ્રતિક જોશી પોતાની દર્દી યુવતીઓ સાથે સેક્સ માણતો એ ઘટનામાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટરની સેક્સલીલાના 25 વીડિયો વાયરલ થયા છે જેમાં લંપટ ડોક્ટર અલગ-અલગ મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતો જોવા મળ્યો હતો.