વડોદરામાં 'વેલેન્ટાઈન' સાથે વિકૃત્તિઃ યુવાને એક્સ-ગર્લફ્રેન્ડના ઘરમાં ઘૂસીને કરી કેવી શરમજનક હરકતો ? જાણો
પ્રિયાની સગાઈ અન્ય જગ્યાએ થઈ જતાં વિજય પ્રિયાને હેરાન કરવા લાગ્યો હતો. પ્રિયા ઘરની બહાર નીકળે, ત્યારે રસ્તામે તેને રોકીને હેરાન કરતો હતો. હવે વિજયથી છૂટકારો મેળવવા માટે પ્રિયા તેની માતા સાથે વારસીયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે યુવતીની અરજી લઇ યુવાન સામે કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી. મા-દીકરીએ વિજય સામે રક્ષણ પણ માગ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન ગઈ કાલે સોમવારે વિજય મીનાના ઘરે ગયો હતો અને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું, જેનો પ્રિયાએ વિરોધ કર્યો હતો. તેણે પોતાની સગાઈ થઈ ગઈ છે અને હવે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવા તેમ કહેતા જ વિજય ઉશ્કેરાઇ ગયો હતો. તેણે પ્રિયાને તેની માતાની હાજરીમાં જ લાફો મારી દીધો હતો. એટલું જ નહીં, ગારેટ સળગાવી મીનાના મોંઢા ઉપર ડામ દીધા હતા.
વુડાના મકાનમાં માતા સાથે રહેતી 19 વર્ષિય પ્રિયા (નામ બદલ્યું છે)ને ઘર પાસે જ રહેતા વિજય રમેશભાઇ તડવી સાથે પ્રેમ સબંધ હતો. જોકે, પ્રિયાની સગાઈ અન્ય યુવક સાથે થઈ જતાં તેને વિજય સાથેના પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. વિજયને પ્રિયાની સગાઈની જાણ થતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રિયાને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો.
વડોદરાઃ શહેરના વુડાના મકાનમાં રહેતી યુવતીએ પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ પછી અન્ય યુવક સાથે સગાઈ કરી લેતા અને પૂર્વ પ્રેમીને લગ્નની ના પાડતાં પૂર્વ પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. વેલેન્ટાઇન ડેની આગલી સાંજે પૂર્વ પ્રેમી યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને પૂર્વ પ્રેમિકાને તેની માતા સામે જ માર મારી મોઢા ઉપર સિગારેટના ડામ આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -