ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેનો યુવકે કર્યો છેડતીનો પ્રયાસ, પછી કિંજલે શું કર્યું, જાણો વિગતે

વડોદરાના સાવલીમાં કિંજલ દવેના એક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કિંજલ દવેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. આ પોગ્રામમાં કિંજલે પોતાના અંદાજમાં ગીતો ગાઈને લોકોને ખુશ કરી દીધાં હતાં.
આ પોગ્રામ પૂરો થતાં કિંજલને મળવા લોકોની ભીડ જામી હતી. કિંજલ સ્ટેજ પરથી નીચે ઉતરતી હતી તે સમયે સ્ટેજ પાસે જ લોકોની ભીડ જામી હતી જેમાં એક યુવકે કિંજલ દવેનો છેડતીનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કિંજલ ગુસ્સે ભરાઈ હતી અને નારાજ થઈ હતી.
આ ઘટના બન્યા બાદ કિંજલે તરત જ તે યુવકને મારવાની કોશીશ કરી હતી જોકે તેને સાથી મિત્રોએ કિંજલને પકડી લીધી હતી જ્યારે યુવક ત્યાંથી ભાગી ગયો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વડોદરા: દિવસે દિવસે જાણીતી સિંગર કિંજલ દવે ગુજરાતમાં વધુ ફેમસ થતી જાય છે. ત્યારે વડોદરાના સાવલીમાં એક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોગ્રામમાં કિંજલ દવેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળાં વળ્યાં હતાં. જ્યાં કિંજલ દવેએ પોતાના અંદાજમાં ગીતો ગાઈને લોકોને ખુશ કરી દીધાં હતાં જોકે આ પોગ્રામમાં ના બનાવનું બન્યું હતું. જેના કારણે બૂમાબૂમ થઈ ગઈ હતી.