ભાજપના જ ધારાસભ્યે કેમ ચડાવી પાર્ટી સામે બાંયો? શું ફેંક્યો પડકાર?
મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ જણાવ્યું છે કે પક્ષ દ્વારા મને ચૂંટણી લડવા આદેશ મળ્યો છે પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ભાજપનું સંગઠન મને હરાવવા મેદાનમાં આવ્યું છે. પરંતુ જે કોઇ મને હરાવવા બહાર પડશે તેને મારા ભગવાન હનુમાનદાદાની ગદા પાડી દેશે. નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવ અગાઉ અપક્ષ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના સંગઠનની કોઇ તાકાત નથી કે મને હરાવી શકે. ભલે તેઓ વિરુધ્ધમાં કામ કરે. બજરંગબલીની ગદા તેઓ પર ફરી વળશે.
એટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે, તેમને પાર્ટી તરફથી ખાત્રી આપવામાં આવી છે એટલે અપક્ષ તરીકે લડવાનો કોઇ પ્રશ્ન જ નથી. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, સતત ચાર વખત ભાજપ મને ટિકિટ આપી ત્યારે દર વખતે ભાજપનું સ્થાનિક સંગઠન મને હરાવવા મેદાનમાં પડ્યું હતું. હવે પાંચમી વખત પણ મને હરાવવા મેદાને પડશે અને એટલા માટે જ સંમેલનમાં મને બોલાવ્યો નથી.
તેમણે પોતાને ન બોલાવતાં જણાવ્યું હતું કે, સંમેલન મારા મતવિસ્તારમાં થયુ છે તે આવકારદાયક બાબત છે પરંતુ મને બોલાવ્યો નથી તે દુઃખ છે. ભાજપના સંમેલનમાં એવા કાર્યકર્તા હતા કે જેઓ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતની ચૂંટણી પણ જીતી શકતા નથી.
આને કારણે ભાજપમાં તેમની સામે ભારે વિરોધ છે. તેમના ભાજપ પ્રવેશ સમયે પણ વિરોધ થયો હતો. મધુ શ્રીવાસ્તવ એક વખત અપક્ષ તરીકે અને ચાર વખત ભાજપમાંથી ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. ગઇ કાલે ભાજપના સ્નેહમિલન સંમેલનમાં સ્થાનિક ધારાસભ્યની બાદબાકી કરી દેવાતાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે દરેક ચૂંટણી વખતે મને હરાવવા માટે ભાજપનું સંગઠન મેદાનમાં ઉતરી પડે છે.
વડોદરાઃ સોશિયલ મીડિયામાં મધ્ય ગુજરાતના ભાજવના સંભવિત ઉમેદવારોની એક યાદી સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. આ યાદીમાં વાઘોડિયા સીટ પરથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જગ્યાએ બીજી વ્યક્તિનું નામ છે. તેમજ ગઈ કાલે વાઘોડિયામાં યોજાયેલા સંમેલનમાં પણ તેમને આમંત્રણ ન મળતાં ધારાસભ્ય બગડ્યા છે અને તેમણે હુંકાર કર્યો છે કે, ભાજપના સંગઠનની કોઇ તાકાત નથી કે ચૂંટણીમાં મને હરાવી શકે.