વડોદરાઃ ભાવિ પતિની હાસ્યાસ્પદ જીદને કારણે અઠવાડિયા બાકી હતું ને થયા લગ્ન રદ, જાણો વિગત
બીજી તરફ યુવતીએ લગ્ન ફોક કરી નાંખ્યા હોવાની ખબર પડતાં યુવકના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેણે આ પછી યુવતી સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ લગ્ન માટે ચોખ્ખા શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, પ્રિયંકાના આ પગલાંથી તેના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. તેમણે સમાજમાં આબરૂ જવાનું અને કંકોતરી છપાઇ ગઇ હોવાનું જણાવી પ્રિયંકાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી ટસની મસ ના થતાં આખરે તેના પિતાએ લગ્ન ફોક કરી નાંખ્યા હતા.
લગ્ન પહેલા જ ભાવિ પતિની આવી હરકતથી પ્રિયંકા ડઘાઈ ગઈ હતી. યુવતીના સ્વાભિમાનને ઠેસ પહોંચતા તેણે લગ્ન ઠુકરાવવાનો કઠોર નિર્ણય કર્યો હતો. યુવતીએ લગ્ન પહેલા પતિનું આવું વર્તન છે, તો લગ્ન પછી તેની સાથે કેવી રીતે જીંદગી પસાર થશે, તે વિચાર પછી આ પગલું ભર્યું હતું.
વાત અહીંથી જ નહોતી અટકી યુવકે તો પાનેતર તો પહેરવાનું છે, પરંતુ હવે તેણે લગ્નના ભોજન સમારંભનું મેનુ પણ પોતે નક્કી કરશે, તેમ જણાવ્યું હતું. તેમજ તેને પોતાની રીતે મેનુ તૈયાર કરીને પ્રિયંકાને આપી દીધું હતું. આ વાતથી યુવતી હેબતાઇ ગઈ હતી. એક તરફ મોસાળ તરફથી ચોલીની ખરીદી થઈ ગઈ હતી અને યુવકે તેમને ભોજનનું મેનુ શું રાખ્યું છે, તે જાણ્યા વગર જ પોતાનું મેનુ હાથમાં થમાવી દીધું હતું.
પ્રિયંકાએ પોતાના ભાવિ પતિ સાથે વાતવાતમાં પોતે લગ્નના દિવસે ચોલી પહેરવાની હોવાનું જણાવ્યું હતું. આ વાતથી તેનો ફિયાંસ નાખુશ થઈ ગયો હતો અને તેને લગ્નમાં પાનેતર જ પહેરવાનું છે, તેવી જીદ પકડી હતી. યુવતીએ તેને અત્યારે ચોલીનો ટ્રેન્ડ ચાલતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ યુવક ટસનો મસ થયો નહોતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી પ્રિયંકા(નામ બદલ્યું છે)ના એક અઠવાડિયા પછી લગ્ન હતા. આ માટેની કંકોત્રી પણ વહેંચાઇ ગઈ હતી. દરમિયાન પ્રિયંકાને તેના મોસાળ પક્ષ તરફથી પાનેતરના બદલે 50 હજારની કિંતની ચોલી આપવાનું નક્કી થતાં પ્રિયંકા પણ ખૂશ થઈ ગઈ હતી. કારણ કે, અત્યારે લગ્નમાં ચોલી પહેરવાનો ટ્રેન્ડ જામ્યો છે.
વડોદરાઃ શહેરના પોશ વિસ્તારમાં એક યુવતીએ પતિની હાસ્યાપદ લાગે તેવી જીદ પછી લગ્નને અઠવાડિયું જ બાકી હતી અને લગ્નની કંકોત્રી પણ વહેંચાઇ ગઈ હોવા છતા લગ્ન ફોક કરી નાખ્યા હોવાના સમાચાર મળ્યા છે. યુવકે યુવતીને લગ્નમાં ચોલી નહીં, પરંતુ પાનેતર પહેરવાની જીદ પકડી હતી. આ પછી તેણે ભોજનસમારંભના મેનુ મુદ્દે પણ જીદ પકડતા આ લગ્ન ફોક થયા હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -