શોધખોળ કરો
ભરુચઃ માંડવા ચોકડી પાસે ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, ચારનાં મોતથી અરેરાટી, જુઓ વીડિયો
ભરુચઃ અંકલેશ્વર નજીક હાઈવે પર માંડવા ગામ પાસે ઉભેલા ટ્રેલરમાં પાછળથી લક્ઝરી બસ ભટકાતા સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં બસમાં સવાર માતા પુત્રી સહીત કુલ ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાંથી બ્રહ્માણી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જી.જે.૧૪.એક્ષ.૫૨૯૫નો ચાલક મુસાફરોને બેસાડી ભાવનગર જવા નીકળ્યો હતો. દરમ્યાન અંકલેશ્વર નજીક માંડવા ગામ પાસે હાઈવે પર રોડની બાજુ પર ઉભેલા ટ્રેલર સાથે લક્ઝરી બસ ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં બસનો એક તરફનો ભાગ આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. ગોઝારા માર્ગ અકસ્માતમાં બસમાં સવાર પ્રવીણ ખેની,પ્રદીપ બાબર અને મમતા મેર તેમજ તેમની પુત્રી ધ્રુવી મેરનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ગુજરાત

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર

Surat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025

Banaskantha Heart Attack: દાંતીવાડા ગ્રામપંચાયતના વીસીનું હાર્ટઅટેકથી મોત Watch Video

Kutch: પઠાણી ઉઘરાણી કરતા કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસા હેઠળ કરી દેવાયા જેલ ભેગા, જુઓ વીડિયોમાં

Rajkot Hit And Run: બેફામ દોડતી કારે બે બાઈક સવારને લીધા અડફેટે, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
એસ્ટ્રો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement