Hu to Bolish | હું તો બોલીશ | કોણે કર્યું ગૌચર ગાયબ?
1 જુલાઈએ બોટાદ જિલ્લાના ગઢડામાં ગૌચર જમીન બચાવવા માલધારીઓએ વિરોધ કર્યો હતો. મેઘવડિયા ગામના 50થી વધુ માલધારીઓ પોતાની ગાયો લઈને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા. માલધારી સમાજનો આરોપ છે કે, ગામની 150 વીઘા ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું. દબાણો હટાવવા માટે બે વર્ષથી તાલુકા કક્ષાથી લઈને જિલ્લા કક્ષા સુધી રજૂઆતો કરી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા માલધારીઓ ગાયો લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા
26 જૂને બોટાદના પાળિયાદ ગામમાં 1100 વીઘા ગૌચર જમીન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. તાલુકા વિકાસ અધિકારીનું કહેવું હતું કે, 1100 વીઘા ગૌચર જમીન પર 178 વ્યક્તિઓએ દબાણ કર્યું હતું. 3 મહિના પહેલાં નોટિસ આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા કહેવાયું. પરંતુ દબાણ દૂર ન કરાતા આખરે કાર્યવાહી કરાઈ.
25 જૂને તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ તાડકુવા ગામના ગ્રામજનો આવેદન આપવા પહોંચ્યા. તેમની રજૂઆત હતી કે ગામમાં ગૌચર જમીન પર બિલ્ડર અને ધાર્મિક સંપ્રદાયે દબાણ કર્યું છે. ગૌચર જમીન પર દબાણ થવાથી ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. તો કુદરતી પાણીના વહેણની કોતર પણ પૂરી દેવાઈ છે...એટલું જ નહીં. વિરોધ કરવા પર ધાર્મિક સંપ્રદાય અને બિલ્ડર આદિવાસી ખેડૂતોને મારી નાખવાની ધમકી આપે છે.
1 જૂને તાપીના વાલોડના દાદરીયા ગામે ગૌચરની જમીન એકલવ્ય શાળા માટે ફાળવાતા વિરોધ થયો. અધિકારીઓ જમીનનો કબ્જો લેવા પહોંચતા ગ્રામજનોએ વિરોધ કર્યો. અને શાળા માટે જગ્યા ફાળવવાનો કોઈ ઠરાવ ન થયા હોવાનો દાવો કર્યો. આ મુદ્દે ભાજપ ધારાસભ્ય મોહન ઢોડિયાએ દરમિયાનગીરી કરવી પડી.